ડુંગળી અને બટાકાના ખેડુતો માટે સરકારે કરી પેકેજની જાહેરાત

0
61

330 કરોડના પેકેજની થઇ જાહેરાત

રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ.330 કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. આ પેકેજ બાબતે રાજ્ય સરકારે પાટણ અનેવડોદરા જિલ્લાનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે જે જાહેરાત કરી છે તે મુજબ સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ એ.પી.એમ.સી.માં લાલ ડુંગળી વેચનાર ખેડૂતોને 1 કટ્ટા દિઠ 100 રૂપિયા એટલે કે, 1 કિલોએ રૂ. 2 અને લાભાર્થી દિઠ વધારેમાં વધારે 500 કટ્ટા અથવા 50,000 રૂપિયાની મર્યાદામાં આર્થિક સહાય આપવાનો નિર્ણય કરાયો છે જેમાં અંદાજિત રૂ.70.00 કરોડ સહાય આપવામાં આવશે. રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં નોંધાયેલ ખેડૂતો ,વેપારીઓને લાલ ડુંગળી અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે ટ્રાન્સપોર્ટેશન સહાય જાહેર કરવામાં આવી છે. તે મુજબ પ્રથમ તબક્કે અંદાજિત 2.00 લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના નિકાસ માટે રૂ.20.00 કરોડની સહાય જાહેર સરકારે કરી છે,