Google AI Glass: ન્યૂયોર્ક:ટેક્નોલોજીના ક્ષેત્રમાં ગૂગલનો પ્રાયોગિક પ્રોજેક્ટ ‘AI ગ્લાસ’ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સ્માર્ટ ગ્લાસીસ પાસે એવી ક્ષમતા છે કે તે કોઈપણ અજાણ્યા વ્યક્તિના ચહેરાને સ્કેન કરીને તેમનું નામ, સરનામું, નોકરી, ડિગ્રી, બાયોમેટ્રિક માહિતી અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ સુધીની માહિતી સેકન્ડોમાં બતાવી શકે છે. હોલિવૂડ ફિલ્મના દૃશ્યો જેવી લાગતી આ ટેક્નોલોજી હવે વાસ્તવિક બની રહી છે.

Google AI Glass: ડચ ટેક્નોલોજી પત્રકાર એલેક્ઝેન્ડર ક્લોપિંગ ના મતે
આ ચર્ચાને વધુ તીવ્રતા ત્યારે મળી, જ્યારે ડચ ટેક્નોલોજી પત્રકાર એલેક્ઝેન્ડર ક્લોપિંગએ ગૂગલ AI ગ્લાસનો ડેમો સોશિયલ મીડિયા પર શેર કર્યો. વીડિયોમાં ક્લોપિંગ રસ્તા પર ચાલતા લોકો તરફ કેટલાંક સેકન્ડ માટે જોઈ રહે છે અથવા સામાન્ય પ્રશ્ન પૂછે છે. આ દરમિયાન AI ગ્લાસ તેમની આંખ સામે તે વ્યક્તિનો ચહેરો સ્કેન કરીને ઈન્ટરનેટ પર ઉપલબ્ધ તમામ માહિતી તરત બતાવી આપે છે — જેમ કે LinkedIn પ્રોફાઇલ, નોકરી, અભ્યાસ, શહેર અને રસ-રુચિઓ.
લોકો ત્યારે વધુ ભડકી ગયા જ્યારે ક્લોપિંગ તેમને તેમના નામ અને વ્યવસાયથી સંબોધે છે, અને સામેનો વ્યક્તિ સંપૂર્ણ અજાણ્યો હોય છે. ક્લોપિંગે જણાવ્યું કે આ ગ્લાસ કોઈ સરકારી કે પોલીસ ડેટાબેસ નહીં પરંતુ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ પબ્લિક ડેટા એક્સેસ કરે છે.

Google AI Glass: AI પ્રાઈવસી વિશેષજ્ઞ પાસ્કલ બોર્નેટએ જણાવ્યું કે
વિડિયોએ વૈશ્વિક પ્રાઈવસી ચર્ચા ઉભી કરી છે. AI પ્રાઈવસી વિશેષજ્ઞ પાસ્કલ બોર્નેટએ જણાવ્યું કે આ ટેક્નોલોજી “લોકોને જોવું અને તેમને ઓળખી લેવા વચ્ચેની રેખા જ મિટાવી દે છે.” તેમના જણાવ્યા અનુસાર, આ વિડિયો જોઈને પહેલી પ્રતિક્રિયા ડર અને અસુરક્ષાની આવી.
કારણ સ્પષ્ટ છે—આ ટેક્નોલોજીથી કોઈપણ વ્યક્તિનું બાયોમેટ્રિક ડેટા, સોશ્યલ પ્રોફાઈલ અને અંગત માહિતી સરળતાથી મળી શકે છે, જે ઓળખ ચોરી, સ્ટોકિંગ, ફ્રોડ અને સુરક્ષા સંબંધિત જોખમો વધારી શકે છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે ગૂગલ AI ગ્લાસ ટેક્નોલોજી ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે, પરંતુ તે સાથે વ્યક્તિગત ગોપનીયતા અને ડિજિટલ સુરક્ષાને મોટું પડકાર ઉભું કરશે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
India Russia Space Friendship:અંતરિક્ષ સહકારનો નવો યુગ: ભારત–રશિયાનું સંયુક્ત ઓર્બિટ મિશન




