અક્ષય તૃતીયા પર સોનું ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર

0
62

સોનાની તેજીમાં હવે મંદીના સંકેત

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. સોનામાં ભાવમાં છેલ્લા એક સપ્તાહથી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. તે વચ્ચે ગત શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂન 2023 માટે સોનાનો વાયદો 10 ગ્રામ દીઠ રૂ. 890 વધીને 60,348 પર બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,980 યુએસ ડોલર અને 1,945 યુએસ ડોલરની નજીક પહોંચે તેવી ધારણા છે, જ્યારે MCX પર તે 10 ગ્રામ દીઠ રૂ. 59,700 અને ત્યારબાદ રૂ. 58,500 પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચે તેવી શક્યતા છે. વિશ્લેષકોનું કહેવું છે કે, સોનાની તેજીમાં હવે મંદીના કેટલાક સંકેતો છે. ડૉલર ઇન્ડેક્સમાં વધુ ઘટાડો સોનાના ભાવ માટે નકારાત્મક રહેશે.