પશુપાલકો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના હેઠળ ચાલુ વર્ષે 250 મોબાઈલ પશુ દવાખાના શરૂ કરવામાં આવશે .જેનાથી રાજ્યના 2500થી વધુ ગામને મળશે લાભ મળશે. આ અંગેની વિગતો આપતા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ગુજરાતમાં કાર્યરત 460 મોબાઈલ પશુ દવાખાના થકી અત્યારે 5300 થી વધુ ગામના પશુઓને વિનામૂલ્યે સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪માં જ નવા ૨૫૦ ફરતા પશુ દવાખાના શરૂ કરવાનો રાજ્ય સરકાર દ્વારા પશુ હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. જે પૈકીના ૨૦૦ નવીન ફરતા પશુ દવાખાના પશુપાલકો માટે બિન-આદિજાતિ વિસ્તારમાં અને ૫૦ નવીન ફરતા પશુ દવાખાના આદિજાતિ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ રૂ. ૧૭.૭૫ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકારની પશુપાલકોને વધુ એક ભેટ
250 નવીન મોબાઈલ પશુ દવાખાના શરૂ કરાશે
કુલ રૂ. ૧૭.૭૫ કરોડ મંજૂર કરવામાં આવ્યા :પશુપાલન મંત્રી
ઘર આંગણે પશુ સારવાર સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા સરકારની નેમ
2500થી વધુ ગામને મળશે લાભ :પશુપાલન મંત્રીશ્રી
‘૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ યોજનાનો મળશે લાભ
ગુજરાતમાં કાર્યરત ૪૬૦ મોબાઈલ પશુ દવાખાના થકી મળી રહ્યો છે લાભ
અત્યારે ૫,૩૦૦ થી વધુ ગામના પશુઓને વિનામૂલ્યે મળી રહી છે સારવાર
પશુઓની ઈમરજન્સી વિનામૂલ્યે સારવાર માટે કોલ કરો 1962 નંબર પર
વાંચો અહીં ભારતીય સ્ટેટ બેંક ના કરોડો ગ્રાહકો માટે નવી સુવિધા,વાંચો અહીં