મોટો ધડાકો જયરાજસિંહના સમર્થકની સુસાઇડ નોટમાં રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા #jayrajsinhjadeda #ribda #aniruddhsinhjadeja #rajdeepsinhjadeja

0
138

રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા – #jayrajsinhjadeda #ribda #aniruddhsinhjadeja #rajdeepsinhjadeja ગોંડલ આજકાલ ખૂબ ચર્ચામાં રહે છે , રાજકુમાર જાટના મોત બાદ સતત ચર્ચામાં ગોંડલ આવી રહ્યું છે, રાજકુમાર જાટના મોત બાદ અલ્પેશ કથીરિયા અને જિગીશા પટેલ પર હુમલો અને હવે જયરાજસિંહના સમર્થક ગણાતા અને દુષ્કર્મના આરોપી અમિત ખૂંટની આમહત્યાની ઘટના,, ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ નિમ્ન કક્ષાએ પહોંચી ગઈ છે, દુષ્કર્મના આરોપી અમિત ખૂંટની આત્મહત્યા મામલે હવે નવો વળાંક આવ્યો છે , અમિતે પોતાની સુસાઇડ નોટમાં રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપો કર્યા છે,

રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાનું નામ આવ્યું

ગોંડલમાં યુવાન અમિત ખૂંટની આત્મહત્યા કેસમાં નવા ખુલાસા થતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. રીબડા ગામના ગોવિંદભાઈ સગપરીયાએ ખુલાસો કરતા જણાવ્યું કે અમિતની આત્મહત્યા પાછળ કાવતરૂ રચાયું હતું અને તેમાં અનિરૂદ્ધસિંહ જાડેજાનું નામ મુખ્ય ષડયંત્રકર્તા તરીકે ઉછાળ્યું છે. ગોવિંદભાઈના જણાવ્યા અનુસાર અમિતને આત્મહત્યા કરવા દબાણ કરવામાં આવ્યું હતું,

અમિત ખૂંટના મૃત્યુ પહેલાં લખેલી સુસાઇડ નોટ

પોલીસને અમિત ખૂંટના મૃત્યુ પહેલાં લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા છે , બીજીબાજુ પ્રતિસ્પર્ધી આજે સવારે જયરાજસિંહ જાડેજા તથા સામાજિક કાર્યકર અલ્પેશ ઢોલરીયા પણ મૃતકના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને આર્થિક તથા ન્યાયિક સહાયની ખાતરી આપી હતી.સ્થાનિક પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને સુસાઇડ નોટના આધારે અનિરૂદ્ધસિંહ જાડેજાની પુછપરછ થવાની સંભાવના છે.

અનિરૂદ્ધસિંહના પુત્રોએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી

તમને જણાવી દઈએ કે ગત વિધાનસભાની ચૂંટણી સમયે મૃતક અમિત ખૂંટ પર હુમલો થયો હતો. જેથી અમિત ખુંટે જે-તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર અમિત ખુંટનો આક્ષેપ હતો કે, અનિરૂદ્ધસિંહના પુત્રોએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઢોર માર માર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ત્યારે આર્મ્સ એક્ટ હેઠળ પૂર્વ MLA મહિપતસિંહ જાડેજાના દીકરા અનિરુદ્ધસિંહ અને પૌત્ર રાજદીપસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાઇ હતી. જેને લઇ જયરાજસિંહે પણ આક્ષેપ કર્યો હતો કે, રીબડામાં અનિરુદ્ધસિંહ અને તેના પરિવારનો ત્રાસ છે. જેના વિરૂદ્ધમાં તે સમયે એક મહાસંમેલન પણ યોજાયું હતું.

વધુ સમાચાર માટે જોતા રહો

અમારી યુટ્યુબ ચેનલ જોવા માટે