મહિલા સાંસદને મોંઘા કપડાની ચોરીની લાગી લત્ત, સાંસદ ચોરી કરતા CCTVમાં કેદ, આપ્યું રાજીનામું    

0
359
Golriz Ghahraman
Golriz Ghahraman

Golriz Ghahraman : રાજકીય અને સામાજિક પદ ધરાવતી વ્યકિત પાસે સારા કાર્યોની આશા રાખવામાં આવે છે. જો કોઇ સાંસદ પર ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવે તો સૌ ચોંકી ઉઠે તે સ્વભાવિક છે. ન્યૂઝીલેન્ડમાં આવા જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડના મહિલા સાંસદ પર દુકાનોમાંથી મોંઘા અને વૈભવી કપડા ચોરી કરવાનો આરોપ ત્રણ વખત મૂકવામાં આવ્યો છે. વીડિયો સામે આવ્યા પછી મહિલા સાંસદે રાજીનામું આપવું પડ્યું છે.

Golriz Ghahraman

Golriz Ghahraman : ન્યૂઝીલેન્ડના એક મહિલા સાંસદે દુકાનમાં ચોરી કરવાના અનેક આરોપો બાદ હવે રાજીનામું આપ્યું છે. આરોપો અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. ગ્રીમ પાર્ટીના ગોલરિઝ ઘરમન (Golriz Ghahraman) પર બે કપડાંની દુકાનોમાંથી ત્રણ વખત સામાન ચોરી કરવાનો આરોપ છે. જેમાંથી એક દુકાન ઓકલેન્ડમાં અને બીજી વેલિંગ્ટનમાં છે. 

સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ મંગળવારે તેમનું રાજીનામું પડ્યું છે. સીસીટીવી ફૂટેજમાં તેઓ કથિત રીતે ઓકલેન્ડ બુટિકથી એક ડિઝાઈનર હેન્ડબેગમાં કપડા ચોરી કરતા નજરે પડ્યા. ચોરીના આરોપ પર ઘરમને કહ્યું કે કામ સંલગ્ન તણાવને કારણે તેમનો વ્યવહાર સંપૂર્ણ રીતે ખોટો થઈ ગયો. તેમણે કહ્યું કે મે અનેક લોકોને નિરાશ કર્યા છે અને મને તેનું દુ:ખ છે. 

Golriz Ghahraman

Golriz Ghahraman  : રેફ્યૂજીમાંથી સાંસદ અને મંત્રી


Golriz Ghahraman  ઈરાની મૂળની છે. તેણે દેશ-વિદેશમાં માનવ અધિકારના મુદ્દાઓ પર ઘણું કામ કર્યું છે. 2017માં, તે ન્યૂઝીલેન્ડ સરકારમાં સ્થાન મેળવનારી પ્રથમ શરણાર્થી બની હતી. આ પછી તેને ન્યાય મંત્રી બનાવવામાં આવી. ગ્રીન પાર્ટીએ હવે કહ્યું છે કે ગોલરિઝની જગ્યાએ અન્ય મહિલા સાંસદને તક આપવામાં આવશે.

Golriz Ghahraman  : ઈરાનથી ભાગીને પરિવાર ન્યુઝીલેન્ડ આવ્યો હતો

Golriz Ghahraman

42 વર્ષીય ગોલરિઝનો પરિવાર લગભગ 30 વર્ષ પહેલાં ઈરાન છોડીને ન્યુઝીલેન્ડ આવ્યો હતો. આ પછી તેમને અહીંની નાગરિકતા પણ મળી. જો કે હજુ સુધી પોલીસે તેની સામે કોઈ ચાર્જશીટ તૈયાર કરી નથી.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગોલરિઝના હાથમાં બ્રાન્ડેડ હેન્ડબેગ છે. તે આજુબાજુ જુએ છે અને પછી એક ડ્રેસ તેની બેગમાં મૂકે છે અને ત્યાંથી રવાના થઈ જાય છે. પોલીસે કહ્યું- ગોલરિઝ સાંસદ છે. દરેક વ્યક્તિ આવા લોકો પાસેથી જવાબદાર વર્તનની અપેક્ષા રાખે છે જેથી કરીને તેઓ એક દાખલો બેસાડી શકે. અમારા આ સાંસદ આ મામલે લોકોની કસોટી પર ખરા ઊતર્યા નથી.

પોલીસના નિવેદન પર સાંસદે કહ્યું- મને ખબર છે કે મારાથી શું ભૂલ થઈ છે. મેન્ટલ હેલ્થ એક્સપર્ટ્સ પણ કહે છે કે મેં માનસિક તણાવને કારણે આવી ભૂલ કરી છે.

તમે આ પણ વાંચી શકો છો

ભારતીય શેરબજારમાં વર્ષ 2024નો સૌથી મોટો કડાકો