Gold and Silver Prices Crash: વૈશ્વિક બજારમાં ડોલરની વધતી માંગ અને મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસરને કારણે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ અઠવાડિયે સોનાનો ભાવ ₹11,000 ઘટીને ₹1.47 લાખ પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે, જ્યારે ચાંદીમાં ₹28,000નો ગાબડું પડતા તે ₹2.32 લાખ પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.
Gold and Silver Prices Crash: કેમ ઘટી રહ્યા છે ભાવ?
નિષ્ણાતોના મતે, અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે બજારમાં અસ્થિરતા છે. રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે ‘ગોલ્ડ હોલ્ડિંગ્સ’ વેચીને રોકડ (ડોલર) એકઠા કરી રહ્યા છે. ડોલરની ડિમાન્ડ વધતા કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
Gold and Silver Prices Crash: ઓલ ટાઈમ હાઈથી કેટલો ઘટાડો?

આ વર્ષે જાન્યુઆરીમાં સોના-ચાંદીના ભાવ સર્વોચ્ચ સપાટીએ હતા, જે હવે નોંધપાત્ર રીતે નીચે આવ્યા છે:
- સોનું: 29 જાન્યુઆરીએ ₹1.76 લાખ હતું, જે હવે ₹28,903 સસ્તું થયું છે.
- ચાંદી: 29 જાન્યુઆરીએ ₹3.86 લાખના સ્તરે હતી, જે 50 દિવસમાં ₹1.53 લાખ સસ્તી થઈ છે.
Gold and Silver Prices Crash: અલગ-અલગ શહેરોમાં ભાવ કેમ અલગ હોય છે?
તમે જોયું હશે કે અમદાવાદ અને ચેન્નાઈમાં સોનાના ભાવમાં તફાવત હોય છે. તેના મુખ્ય 4 કારણો છે:
- ટ્રાન્સપોર્ટેશન: સુરક્ષા અને ઈંધણનો ખર્ચ ભાવમાં ઉમેરાય છે.
- ખરીદીનું પ્રમાણ: દક્ષિણ ભારતમાં વપરાશ વધુ હોવાથી જ્વેલર્સ જથ્થાબંધ ખરીદી પર મળતી છૂટનો લાભ ગ્રાહકોને આપે છે.
- લોકલ એસોસિએશન: દરેક શહેરનું જ્વેલરી એસોસિએશન સ્થાનિક માંગ મુજબ ભાવ નક્કી કરે છે.
- જૂનો સ્ટોક: જ્વેલર્સે કયા ભાવે સ્ટોક ખરીદ્યો છે તેના પર પણ કિંમત નિર્ભર કરે છે.
ગ્રાહકો માટે ખાસ ‘ચેકલિસ્ટ‘: છેતરાતા બચો
સોનું ખરીદતી વખતે:
- BIS હોલમાર્ક: હંમેશા આલ્ફાન્યુમેરિક કોડ (જેમ કે AZ4524) વાળું સર્ટિફાઇડ સોનું જ ખરીદો.
- ક્રોસ ચેક: ખરીદી કરતા પહેલા IBJA ની વેબસાઇટ પર 24ct, 22ct અને 18ct ના ભાવ ચેક કરો.

અસલી ચાંદી ઓળખવાની 4 રીતો:
- મેગ્નેટ ટેસ્ટ: અસલી ચાંદી ચુંબક સાથે ચોંટતી નથી.
- આઇસ ટેસ્ટ: ચાંદી પર બરફ મુકતા તે ઝડપથી પીગળવા લાગે છે.
- સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં કોઈ ગંધ હોતી નથી.
- ક્લોથ ટેસ્ટ: સફેદ કપડાથી ઘસતા જો કાળો ડાઘ પડે તો ચાંદી અસલી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : મથુરામાં ગૌરક્ષક સંત ‘ફરસાવાળા બાબા’ની હત્યા ગૌતસ્કરોએ ટ્રક નીચે કચડ્યા, હાઈવે પર ચક્કાજામ અને ભારે તણાવ




