Gir Somnath:દિલ્હીમાં બનેલા બોમ્બ બ્લાસ્ટ બાદ દેશભરમાં જાહેર કરાયેલા હાઈ એલર્ટના પગલે ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષા તંત્ર સક્રિય બન્યું છે. મૂળ દ્વારકા બંદર વિસ્તારમાં પોલીસે બુધવારે વહેલી સવારે વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. સમગ્ર કાર્યવાહી એસ.પી. જયદીપસિંહ જાડેજાના નેતૃત્વમાં અમલમાં મૂકાઈ હતી.

Gir Somnath:પોલીસથી પ્રાપ્ત માહિતી મુજબ 2 DYSP, 6 PI, 7 PSI, SOG, LCB અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિત કુલ 120થી વધુ પોલીસકર્મીઓ આ ઓપરેશનમાં જોડાયા હતા. જિલ્લામાં 110 કિલોમીટર લાંબા સંવેદનશીલ દરિયાકાંઠાના ગામોમાં રહેતા લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી.
Gir Somnath:હઝરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી હથિયારો મળી આવ્યા
કોમ્બિંગ દરમિયાન SOG ટીમને હઝરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી કુહાડી, કાટો અને તલવાર જેવા હથિયારો મળી આવ્યા છે. હથિયારો મળતા જ દરગાહના મુંજાવરની પૂછપરછ તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. પોલીસે મળેલા હથિયારોનો સ્ત્રોત તથા તેનો હેતુ શું હોઈ શકે તેની દિશામાં તપાસ આગળ ધપાવી છે.

દિલ્હીમાં બનેલી ઘટનાને અનુસંધાને દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધુ તીવ્ર કરવામાં આવ્યું છે. બંદર વિસ્તારોમાં દરેક આવનજાવન પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા કારણોસર ભાવિ દિવસોમાં પણ આવા મેગા કોમ્બિંગ ઓપરેશનો ચાલુ રાખવાની પોલીસ સૂત્રો દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો




