GIFT CITY  :  દારૂ બહાનું !! કારણ પ્રોપટીનું વેચાણ ?

0
277
GIFT CITY liquor
GIFT CITY liquor

GIFT CITY  :  ગુજરાતમાં અત્યારે સૌથી ચર્ચિત મુદ્દો ગિફ્ટમાં અપાયેલી દારૂની છૂટછાટનો છે, રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં અમૂક નિયમોને આધીન દારૂની છૂટછાટ આપી છે, હવે આનું રિએક્શન ગિફ્ટ સિટીની પ્રૉપર્ટીમાં વધારા સાથે આવી રહ્યું છે, હાલમાં જ સમાચાર મળી રહ્યાં છે કે, દારૂની છૂટછાટના સમાચારોની વચ્ચે ત્યાં પ્રૉપર્ટીના ભાવમાં 10 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. 

Dry state

GIFT CITY  : ગાંધીનગર નજીક આવેલા ગિફ્ટ સિટી એરિયામાં રાજ્ય સરકારે થોડાક દિવસો પહેલા જ દારૂની છૂટછાટ આપી છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ આપ્યા બાદ હવે ત્યાં પ્રોપર્ટીના ભાવમાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે, એટલું જ નહીં પ્રોપર્ટીની ઇન્કવાયારીમાં પણ 20 ટકાનો ઉછાળો આવ્યો છે. લોકો ગીફ્ટ સીટીમાં દારૂની પરમીશનને લઈને હવે પ્રોપટી ખરીદવામાં ઇનટ્રસ્ટ બતાવી રહ્યા છે.

GIFT CITY liquor permit 1

અત્રે નોંધનીય છે કે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી  GIFT CITY  એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં “વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા  આવી છે .

GIFT CITY liquor 1

આ છૂટછાટ મુજબ સમગ્ર GIFT CITYમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એક્સેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે. 

તમે આ પણ વાંચી શકો છો

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મળી ગિફ્ટ, ગાંધીનું ગુજરાત નથી હવે ‘ડ્રાય સ્ટેટ’, સરકારે હટાવ્યો પ્રતિબંધ