અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સ ખાતેથી બે અઠવાડિયા અગાઉ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ પ્રસાદ માટે નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘી ખરીદવામાં આવ્યું હતું જે અંબાજી ખાતે જેના સેમ્પલ સેવામાં આવતાભેળસેળ યુક્ત ઘી હોવાનું રીપોર્ટમાં ખુલાસો થયો હતો. અને અંબાજી પોલીસ અમદાવાદ ખાતે મધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સની તપાસ કરવા પહોંચી હતી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડીપાર્ટમેન્ટ દ્વારા 6 ઓક્ટોબરે ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. છતાં આજ દિન સુધી આ સેમ્પલનો રીપોર્ટ આવ્યા નથી અને બે ચાર દિવસમાં રીપોર્ટ આવશે તેવું ગાણું મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડીપાર્ટમન્ટના અધિકારીઓ ગાઈ રહ્યા છે. આજે 18 તારીખ થવા આવી છતાં તંત્ર રીપોર્ટ અંગે જાણે ઢાંકપિછોડો કરતુ હોય તેવું જાણકારો માણી રહ્યા છે. અંબાજી મોહનથાળ પ્રસાદમાં ભેળસેળયુક્ત ઘી વપરાયું છે તેવા રીપોર્ટ બહાર આવતાજ 4 ઓક્ટોબરે રાત્રીના સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમે માધુપુરા ચોક ખાતે આવેલા નીલકંઠ ટ્રેડર્સના ગોડાઉન અને માધુપુર ઢાળ ખાતે આવેલ નીલકંઠ ટ્રેડર્સ સીલ કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ એક દિવસ પછી 6 ઓક્ટોબરે આજ જગ્યાએથી ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના ફૂડ વિભાગ પાસે અદ્યતન પબ્લિક લેબોરેટરી કાર્યરત છે છતાં આ ઘીના સેમ્પલ વડોદરા ખાતે મોકલવામાં આવ્યા હતા તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની અદ્યતન લેબોરેટરીમાં આ ઘીના સેમ્પલની તપાસ કરીને અગ્રીમતાના ધોરણે રીપોર્ટ જાહેર કરી શકાયો હોત પરંતુ ઘીના સેમ્પલ વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવતા તંત્રની ઢીલી નીતિ સામે આવી છે. જે ચર્ચાનો વિષય પણ બન્યો છે. આપને જણાવી દઈએ કે અગાઉ તેલ બજારમાંથી લીધેલા સેમ્પલમાં શું નીકળ્યું તે પણ નાગરિકો જાણવા માંગે છે પરંતુ તે રીપોર્ટ પર પરદો પડી ગયો છે તેવા તર્ક બજારમાં ચાલી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે અંબાજીના પ્રસાદમાં ઘીની ભેળસેળયુક્ત રીપોર્ટની તપાસના રહસ્યો ખુલશે કે પછી ઢાંકપિછોડો થશે ?
આપને જણાવી દઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવરાત્રીના પર્વ દરમિયાન મોડી રાત્રી સુધી ચાલતા ખાણીપીણી બજારમાં ફૂડના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે અને મણીનગર સહિત શહેરના ચાંદખેડાના અવની ભવન , સરદાર બ્રીજ , ઇન્દિરા બ્રેઈજ નિકોલ ખાતે સ્થળ પરજ કાર્યવાહી કરીને અખાદ્ય પદાર્થો નાશ કરવામાં આવ્યો હતો .