હાથમાં બંગડી, કપાળમાં બિંદી… ગર્લફ્રેન્ડના વેશમાં યુવક પહોંચ્યો પરીક્ષા આપવા, પછી થયો જોવા વાળો ખેલ

0
353
GF ki Exam: લો.. ગર્લફ્રેન્ડના વેશમાં યુવક પહોંચ્યો પરીક્ષા આપવા
GF ki Exam: લો.. ગર્લફ્રેન્ડના વેશમાં યુવક પહોંચ્યો પરીક્ષા આપવા

GF ki Exam: પંજાબના ફરીદકોટ (Faridkot)માં એક પરીક્ષા કેન્દ્રમાં તેની ગર્લફ્રેન્ડનો વેશ ધારણ કરીને અધિકારીઓને ચકમો આપવાના પ્રયાસમાં યુવકની જે ફજેતી થઇ અને ત્યાં હજાર લોકો પોતાના હાસ્યને રોકી શક્ય નહિ.

જો કે પ્રેમીઓ પોતાની પ્રેમિકા માટે ચાંદ-તારા તોડવાની વાત કરે છે પરંતુ આ છોકરાએ જે કર્યું તે હવે ચર્ચાનો વિષય બની ગયો છે. આ ઘટનાને લઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. છોકરાનું નામ અંગ્રેજ સિંહ અને તેની ગર્લફ્રેન્ડ (GF ki Exam)નું નામ પરમજીત કૌર છે. ચાલો તમને જણાવીએ કે શું છે સમગ્ર મામલો?

angrez singh and paramjeet
Paramjeet and Angrez singh

વાત એમ છે કે, પંજાબના બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ દ્વારા ડીએવી પબ્લિક સ્કૂલ (DAV Public School), કોટકપુરા ખાતે 7 જાન્યુઆરીએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા લેવામાં આવી હતી.

angrez singh exam
angrez singh exam

ફાઝિલ્કાના અંગ્રેઝ સિંહે (Angrez Singh) તેની ગર્લફ્રેન્ડ પરમજીત કૌરના વેશમાં પરીક્ષા આપવાનું નક્કી કર્યું. હાથમાં લાલ બંગડીઓ, કપાળ પર બિંદી, હોઠ પર લિપસ્ટિક અને પંજાબી ડ્રેસ પહેરેલ અંગ્રેઝ સિંહ પરીક્ષા આપવા તૈયાર હતો.

GF ki Exam: લો.. ગર્લફ્રેન્ડના વેશમાં યુવક પહોંચ્યો પરીક્ષા આપવા
GF ki Exam: લો.. ગર્લફ્રેન્ડના વેશમાં યુવક પહોંચ્યો પરીક્ષા આપવા

ફૂલપ્રૂફ પ્લાન થયો નિષ્ફળ

પંજાબના સૌથી અણધારી કોમેડી માટે સ્ટેજ તૈયાર કરવા અધિકારીઓ સજ્જ થઇ ગયા કેમ કે યુનિવર્સિટી સત્તાવાળાઓએ તરત જ આ નાટકનો શક થઇ ગયો હતો, અને તેમને આ મામલે તરત પોલીસને જાણ કરી.

angrez singh
angrez singh

પોલીસના જણાવ્યા અનુસાર, અંગ્રેઝ સિંહે નકલી મતદાર અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને પરમજીત કૌર હોવાનું સાબિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. આ યોજના ફૂલપ્રૂફ લાગતી હતી, પણ આ નાટક પરથી પરદો ત્યારે હટ્યો જયારે  ફિંગરપ્રિન્ટ્સ બાયોમેટ્રિક ઉપકરણ પરના વાસ્તવિક ઉમેદવારની સાથે તે મેચ કરવામાં નિષ્ફળ ગયું.

GF ki Exam: બાયોમેટ્રિકએ ભાંડો ફોડ્યો

અંગ્રેઝ સિંહે નકલી મતદાર અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને બધાને ચકમો આપીને પરમજીત કૌર (GF ki Exam) હોવાનું સાબિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો, પણ  ફિંગરપ્રિન્ટ્સ બાયોમેટ્રિક ઉપકરણમાં પકડાય ગયો. આવી સ્થિતિમાં પરમજીત કૌરની પરિક્ષા અરજી ફગાવી દેવામાં આવી છે.

દરમિયાન, અંગ્રેજ સિંહ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે અંગ્રેજ સિંહને કસ્ટડીમાં લીધો છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું અંગ્રેજ સિંહે આ પહેલા અન્ય કોઈની પરીક્ષા આપી હતી.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने