Driving license New Rules: 1 જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું બનશે સરળ, હવે RTO જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી, જાણો શું છે નવા નિયમો

0
165
Driving license New Rules: 1 જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું બનશે સરળ, હવે RTO જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી, જાણો શું છે નવા નિયમો
Driving license New Rules: 1 જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું બનશે સરળ, હવે RTO જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી, જાણો શું છે નવા નિયમો

Driving Licence New Rules: ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું એ એક બોજારૂપ પ્રક્રિયા છે. કારણ કે અરજદારે અનેક ફોર્મ ભરવાના હોય છે અને અનેક સત્તાવાળાઓનો સંપર્ક કરવો પડે છે. ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રક્રિયાની આ જટિલતાઓ પણ સિસ્ટમમાં ભ્રષ્ટાચારને અવકાશ આપે છે. પણ હવે દેશમાં લોકોએ લાયસન્સ મેળવવા માટે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે નવા નિયમો જાહેર કર્યા છે.

Driving license: નવા નિયમો આગામી 1 જૂનથી લાગુ

1 જૂન, 2024થી વ્યક્તિ સરકારી RTO ને બદલે પ્રાઈવેટ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર્સ પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકે છે. આ ઈન્સ્ટિટ્યુશન લાયસન્સ પાત્રતા માટે ટેસ્ટ કરવા અને પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, લાયસન્સ મંજૂરી માટે દસ્તાવેજો સબમિટ કરવા અને ડ્રાઇવિંગ સ્કિલ્સ દર્શાવવા માટે RTOની મુલાકાત લેવાની જરૂરી રહેશે.

1 182

ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTOમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી

જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનું વિચારી રહ્યા છો પરંતુ RTOમાં ટેસ્ટ આપવા માંગતા નથી, તો નવા નિયમથી તમારા માટે સરળ થઈ જશે. જે લોકો RTOમાં ટેસ્ટ આપવાથી ડરતા હતા તેમના માટે સરકારે હવે સરળતા કરી છે. જો તમારે ડ્રાઇવિંગ શીખવું હોય અને લાયસન્સ મેળવવું હોય પરંતુ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા હોવ તો હવે તમારી પાસે એક નવો વિકલ્પ હશે.

તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ (Driving license) મેળવવા માટે માત્ર RTO સેન્ટરમાં જ ટેસ્ટ આપવો પડતો હતો, પરંતુ નવા નિયમ બાદ આવું નહીં થાય. 1 જૂન, 2024 થી, ભારતના નાગરિકો સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ખાનગી સંસ્થાઓની મુલાકાત લઈને પણ ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ આપી શકે છે. હા, જો તમે લાઇસન્સ ઇચ્છતા હોવ અને આ નવા વિકલ્પથી ખુશ છો, તો હવે લાયસન્સ સાથે ડ્રાઇવર બનવું સરળ બનશે.

ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલો માટે નવા નિયમો

1.ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં ઓછામાં ઓછી 1 એકર જમીન હોવી જોઈએ. 4-વ્હીલર ટ્રેનિંગ માટે 2 એકર જમીન હોવી જરૂરી છે.

2.આ ડ્રાઇવિંગ સ્કૂલોમાં પરીક્ષણ માટે તમામ જરૂરી માપદંડો અપનાવવા જોઈએ.

3. ટ્રેનર્સ વિશે વાત કરીએ તો, તેમની પાસે હાઇસ્કૂલ ડિપ્લોમા, ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ અને બાયોમેટ્રિક અને આઇટી સિસ્ટમનું જ્ઞાન હોવું જોઈએ.

4. લાઇટ મોટર વ્હીકલ (LMV) ને 4 અઠવાડિયામાં 29 કલાકની તાલીમની જરૂર પડે છે. જેમાં 8 કલાકની થિયરી અને 21 કલાકની પ્રેક્ટિકલ તાલીમ હોવી જોઈએ.

5. હેવી મોટર વ્હીકલ (HMV) 6 અઠવાડિયામાં 38 કલાકની તાલીમ હોવી જરૂરી છે, જેમાંથી 8 કલાકની થિયરી અને 31 કલાકની પ્રેક્ટિકલ તાલીમ ફરજિયાત છે.

પ્રાઈવેટ ઈન્સ્ટિટ્યુશનમાં ડ્રાઇવિંગ ટેસ્ટ

1 જૂન, 2024થી વ્યક્તિ સરકારી RTO ને બદલે પ્રાઈવેટ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર્સ પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકે છે. આ ઈન્સ્ટિટ્યુશન લાયસન્સ પાત્રતા માટે ટેસ્ટ કરવા અને પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત કરવામાં આવશે. નવા નિયમોનો ઉદ્દેશ્ય લગભગ 900,000 જૂના સરકારી વાહનોને તબક્કાવાર દૂર કરીને અને કડક કાર ઉત્સર્જન નિયમો લાગુ કરીને પ્રદૂષણ ઘટાડવાનો છે.

Driving license New Rules: કોને કેટલો દંડ ભરવો પડશે?

  • સ્પીડ માટેનો દંડ ₹1000 અને ₹2000 ની વચ્ચે રહેશે.
  • સગીર ડ્રાઇવિંગ કરતા પકડાશે તો ₹25,000 નો દંડ કરવામાં આવશે. (વાહન માલિકનું રજિસ્ટ્રેશન કાર્ડ પણ રદ કરાશે)
  • આ સાથે જ સગીર 25 વર્ષની ઉંમર સુધી લાઇસન્સ મેળવવા માટે અયોગ્ય રહેશે.
  • લાયસન્સ વગર કાર ચલાવવીઃ 500 રૂપિયાનો દંડ
  • હેલ્મેટ ન પહેરવા બદલઃ 100 રૂપિયાનો દંડ
  • સીટ બેલ્ટ ન પહેરવા બદલઃ 100 રૂપિયાનો દંડ
  • આ સિવાય નવા નિયમ હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના ડ્રાઇવિંગ માટેનું લાઇસન્સ રદ કરવામાં આવશે અને 25 વર્ષ સુધી નવું લાઇસન્સ આપવામાં આવશે નહીં.

ડ્રાઇવિંગ લાયસન્સ માટે ફી અને શુલ્ક

  • લર્નિંગ લાયસન્સ (ફોર્મ 3): રૂ. 150
  • લર્નર લાયસન્સ ટેસ્ટ ફી: રૂ. 50
  • ડ્રાઈવિંગ ટેસ્ટ ફી: 300 રૂપિયા
  • ડ્રાઇવિંગ લાયસન્સ ફીઃ રૂ. 200
  • આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ ફી: રૂ. 1000
  • લાયસન્સમાં અન્ય વાહન ઉમેરવાની ફીઃ રૂ. 500
  • ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ કરાવવાની ફીઃ રૂ. 200
  • ડ્રાઇવિંગ લાયસન્સમાં સરનામું બદલવાની ફીઃ રૂ. 200

તમને જણાવી દઈએ કે ડ્રાઈવિંગ લાઇસન્સ (Driving license) મેળવવાની પદ્ધતિ પહેલા જેવી જ રહેશે. જો તમે ઇચ્છો તો, તમે ઑનલાઇન (parivahan.gov.in) અથવા ઑફલાઇન અરજી કરી શકો છો.

પરિવહન અને ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત નવા નિયમો | Driving license New Rules 2024

સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO)ના નવા પરિવહન નિયમો 1 જૂન, 2024થી લાગુ કરવામાં આવી રહ્યા છે. નવા નિયમ હેઠળ, 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને ડ્રાઇવિંગ માટે 25,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે. જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે તે 1000 થી 2000 રૂપિયાની વચ્ચે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો