Gautam Gambhir : સ્ટાર પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર બનશે ભારતીય પુરુષ ટીમના મુખ્ય કોચ, સત્તાવાર જાહેરાત બાકી  

0
136
Gautam Gambhir
Gautam Gambhir

Gautam Gambhir : હાલ ટીમ ઈન્ડિયા આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં રમી રહી છે. આ ટૂર્નામેન્ટમાં રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ છે. આ તેમનું છેલ્લું અસાઈમેન્ટ છે. આ પછી તેઓ આ પદ પરથી હટી જશે. ટી20 વર્લ્ડ કપ 2024 પછી ટીમ ઈન્ડિયાને નવા હેડ કોચ મળવાના છે, જેની જાહેરાત જૂનના છેલ્લા અઠવાડિયામાં થાય તેવી સંભાવના છે. ક્રિકેટના સુત્રોનું માનીએ તો ટીમ ઈન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીર હશે.

Gautam Gambhir

Gautam Gambhir : રિપોર્ટ્સ પ્રમાણે બીસીસીઆઈ અને ગૌતમ ગંભીર વચ્ચે ડીલ થઈ ચૂકી છે. ગયા ગુરુવારે આ વાતની પુષ્ટી પણ થઈ ચૂકી છે કે, ગૌતમ ગંભીર જ ટીમ ઈન્ડિયાના આગામી હેડ કોચ હશે. ટી20 વર્લ્ડ કપ 2024 પછી તેમના નામ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવશે. જો કે, ગૌતમ ગંભીરની સાથે સપોર્ટ સ્ટાફમાં કોણ હશે, તે આગામી સમય નક્કી કરાશે.

Gautam Gambhir

હાલમાં ટીમ ઈન્ડિયામાં બેટિંગ કોચ વિક્રમ રાઠૌર, બોલિંગ કોચ પારસ મહાંબ્રે અને ફીલ્ડિંગ કોત ટી દિલીપ છે. ગંભીર પોતે સપોર્ટ સ્ટાફનું સિલેક્શન કરશે. રાહુલ દ્રવિડે પણ આવું કર્યું હતું. ગૌતમ ગંભીરના ટીમ ઈન્ડિયાના કોચ બનતા જ સપોર્ટ સ્ટાફમાં બદલાવની સાથે ટીમમાં પણ બદલાવ થઈ શકે છે.

Gautam Gambhir : છેલ્લા 3 વર્ષથી આઈપીએલમાં મેન્ટોર તરીકે કામ કરી રહ્યો છે ગંભીર

Gautam Gambhir

ગંભીરે અત્યારસુધી કોઈ પણ ટીમને કોચિંગ આપ્યું નથી પરંતુ તે છેલ્લા 3 વર્ષથી આઈપીએલમાં એક મેન્ટોરના રુપમાં જોડાયેલો છે. તે 2022થી 2023 સુધી લખનૌ સુપર જાયન્ટસની સાથે હતો અને તેમણે બેક ટુ બેક પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં મદદ કરી છે. ગંભીર આઈપીએલ 2024ની શરુઆતમાં પહેલા કેકેઆરમાં સામેલ થયો હતો અને તેમણે કેકેઆરને ત્રીજી વખત આઈપીએલની ચેમ્પિયન બનાવી છે.

Gautam Gambhir : ગંભીરનું ક્રિકેટમાં યોગદાન

Gautam Gambhir

Gautam Gambhir :  ગૌતમ ગંભીરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શાનદાર રહી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 147 ODI મેચ રમી છે. આ દરમિયાન 5238 રન બનાવ્યા છે. ગંભીરે વનડેમાં 11 સદી અને 34 અડધી સદી ફટકારી છે. તેણે 58 ટેસ્ટ મેચમાં 4154 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 9 સદી અને 22 અડધી સદી ફટકારી છે. તેણે બેવડી સદી પણ ફટકારી છે. ગંભીરે ભારત માટે 37 T20 મેચ પણ રમી છે. જેમાં 932 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 7 અડધી સદી ફટકારી છે. ગંભીરે ટી20 વર્લ્ડકપ 2007માં પાકિસ્તાન સામે અને વન ડે વર્લ્ડકપ 2011માં શ્રીલંકા સામે મેચ વિનિંગ ઈનિંગ રમી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો