GARMI :  જાણો ગરમીમાં રાજ્યનો શું છે હાલ ? કયા કયા શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટ ? આજનું તાપમાન કેટલું ?  

0
204
GARMI
GARMI

GARMI :  આગામી સાત દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી હતી.   હવામાન વિભાગે પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો કચ્છ, સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ હિટવેવની ચેતવણી જાહેર કરાઇ છે.

GARMI

અમદાવાદમાં આગામી બે દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાત્રિના સમયે ઉકળાટ પણ રહેશે. અમદાવાદમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાનું હવામાન વિભાગે આગાહી કરી હતી. હજુ સાત દિવસ રાજ્યના નાગરિકોને ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.

GARMI : એક સપ્તાહ બાદ ગરમીમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે

GARMI


GARMI : બપોરના સમય ગાળા દરમિયાન ખાસ કરીને 12 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવું હિતાવહ રહેશે. કારણ કે, આ ગરમીમાં કોઈપણ વ્યક્તિ બિમાર પડી શકે છે. આથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ગઈકાલની જેમ આજે પણ અનેક જિલ્લાઓમાં હીટવેવની શક્યતા છે. આગામી એક સપ્તાહ દરમિયાન ગરમીથી રાહત મળવાના કોઈપણ અણસાર હવામાન વિભાગે વ્યક્ત કર્યા નથી. પરંતુ એક સપ્તાહ બાદ ગરમીમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.

GARMI : હવામાન વેબસાઈટ એક્યુંવેધર પ્રમાણે આજના તાપમાનની વાત કરવામાં આવે તો

અમદાવાદ       46 ડીગ્રી
રાજકોટ     43 ડીગ્રી
સુરત     38 ડીગ્રી
વડોદરા     34 ડીગ્રી
ભાવનગર     42 ડીગ્રી
કચ્છ     43 ડીગ્રી
ડીસા     46 ડીગ્રી
સુરેન્દ્રનગર     47 ડીગ્રી
ગાંધીનગર     46 ડીગ્રી

રાત્રે 10 વાગ્યા સુધી પણ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને શહેરીજનોને ભયંકર ગરમીમાં શેકાવું પડશે. રાત્રિ દરમિયાન પણ એટલે કે 4 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 33-34 ડિગ્રી સેલ્સિયસ રહેશે. વધારે ગરમીથી લુ લાગવાના કિસ્સાઓ વધી રહ્યા છે, લુ લાગવાના લક્ષણો નીચે પ્રમાણે છે,   

GARMI
ગરમીમાં લુ લાગવાના લક્ષણો
માથાનો દુખાવો,
ચક્કર આવવા
ચામડી લાલ થઈ જવી
અશક્તિ, ઉબકા અને ઉલટી  

GARMI : હવામાન વિભાગે આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેમાં નજર કરીએ તો

23 મેંકચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ,
24 મેંબનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, સુરેન્દ્રનગર આણંદમાં ઓરેન્જ એલર્ટ જાહેર
25 મેંઅમદાવાદ, આણંદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠામા ઓરેન્જ એલર્ટ
26 મેંઆણંદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ


GARMI

GARMI :  ગરમીથી બચવા શું કરવું ?

·    તરસ ન લાગે તો પણ વધુમાં વધુ પાણી પીવું, તમારી જાતને હાઈડ્રેટ રાખવા માટે ઓઆરએસ (ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન), લસ્સી, તોરાની (ચોખાનું પાણી), લીંબુ પાણી, છાશ, નાળિયેરનું પાણી વગેરે જેવા ઘરે બનાવેલા પીણાંનો ઉપયોગ કરવો.

·  બને તેટલું ઘરની અંદર રહો,હળવા, હળવા રંગના, ઢીલા, તથા સુતરાઉ કપડાં પહેરો.

·  જો બહાર હોવ, તો તમારું માથું ઢાંકો: કાપડ, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરો. તમારી આંખોને બચાવવા માટે સનગ્લાસનો ઉપયોગ કરો અને તમારી ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો