Gandhinagar news: ગિફ્ટ સિટી નજીક ખુલ્લી ગટરમાં પડવાથી 5 વર્ષના બાળકનું મોત

0
187
Gandhinagar
Gandhinagar

Gandhinagar news: ગાંધીનગરમાં 6 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ફાયર સ્ટેશન નજીક એક દુઃખદ ઘટના બની, જેમાં પાંચ વર્ષના રિયાઝકુમાર રાજકુમાર રામનું મોત નિપજ્યું. રતનપુર ગામની લેબર કોલોનીમાં રમતા રમતા બાળક ખુલ્લી ગટરમાં ખસકી ગયો.

Gandhinagar news: ફાયર બ્રિગેડ અને 108 ટીમે ઝડપી કાર્યવાહી:

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ અને 108ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી. ફાયર જવાનોએ લગભગ 20 ફૂટ ઊંડી ગટરમાં ઉતરીને બાળકને બહાર કાઢ્યું. તાત્કાલિક CPR આપવામાં આવ્યું છતાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યું.

Gandhinagar news

સ્થાનિક પોલીસનું નિવેદન:

ડભોડા પોલીસ મથકના PI જી.કે. ભરવાડે જણાવ્યું કે લેબર કોલોનીમાં આશરે 500થી 600 મજૂરો રહે છે. આ વિસ્તાર ગિફ્ટ સિટી હદની બહાર છે, પરંતુ ખુલ્લી ગટરો અને ખાડીઓના કારણે બાળકો માટે ગંભીર જોખમ ઊભું થાય છે. રિયાઝકુમાર રમતા રમતા આ ખાડીમાં ખસકી ગયો, જેને ફાયર બ્રિગેડની ટીમે તરત બહાર કાઢી અને 108ની ટીમે સારવાર માટે લઈ ગઈ.

Gandhinagar news: ફાયર બ્રિગેડના અધિકારીઓની વિગતો:

ગાંધીનગર ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે જણાવ્યું કે આ દુર્ઘટના કન્સ્ટ્રક્શન સાઇટ પર નહીં, પરંતુ મજૂરો માટેની રહેણાંક જગ્યા પર બની છે. ગિફ્ટ સિટીના ફાયર ઓફિસર અમર પાંડેે કહ્યું કે રતનપુર ગામની લેબર કોલોનીઓ ગિફ્ટ સિટી હદની બહાર આવેલી છે. અહીં રહેતા મજૂરો ગિફ્ટ સિટીના રસ્તા પરથી કામ માટે જતા આવે છે.

Gandhinagar news

Gandhinagar news: નાગરિકો માટે ચેતવણી:

સ્થાનિક લોકોને ચેતવણી આપવામાં આવી છે કે બાળકોને ગટર અને ખાલી ખાડીઓની નજીક રમવા નહીં દેતા. તંત્ર દ્વારા આગામી સમયમાં ખાલી ગટરો બંધ કરવા અને સુરક્ષિત રમવાની જગ્યાઓ બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે. આ દુઃખદ ઘટના પરિવાર અને સ્થાનિક મજૂરો માટે ભારે પીડાદાયક બની છે. આ ઘટના દર્શાવે છે કે ખાલી ગટરો અને અસુરક્ષિત રહેણાંક વિસ્તાર બાળકો માટે કેટલી જોખમી બની શકે છે અને તંત્ર માટે સુધારા માટે અલાર્મ તરીકે કામ કરે છે.

આ પણ વાંચો.

Ahmedabad news:અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધતા AMC હરકતમાં, 26 વિસ્તાર જાહેર કર્યા હાઈ રિસ્ક ઝોન