G.M.C : ગાંધીનગર મનપાને આખરે મળ્યા મહિલા મેયર, મીરાબેન પટેલ બન્યા મેયર  

0
115
G.M.C
G.M.C

G.M.C : રાજ્યના પાટનગર અને ગ્રીન સીટી તરીકે જાણીતા ગાંધીનગર મનપાને આખરે આજે મેયર મળી ગયા છે, અઢી વર્ષ માટે ગાંધીનગર મનપામાં મહિલા અનામત હતી, અને આજે આખરે ગાંધીનગરને મહિલા મેયર તરીકે મીરાબેન પટેલ ની વરણી કરવામાં આવી છે.    

G.M.C

G.M.C :  ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાય દિવસોથી ઉત્તર-દક્ષિણની વર્ચસ્વની લડાઈનાં ટલ્લે ચડેલી મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડીંગ ચેરમેનની નિમણુંકની પસંદગીના સસ્પેન્સનો અંત આવી ગયો છે. ગઈકાલે મોડી સાંજે શરૂ થયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ રાત સુધી કોકડું ગૂંચવાતા સસ્પેન્સ યથાવત રહ્યું હતું. ત્યારે આજે મળેલી સામાન્ય સભામાં સંગઠન દ્વારા સીધું જ મેન્ડેટ મોકલી આપવામાં આવતા સૌના આશ્ચર્ય વચ્ચે મેયર તરીકે મીરા પટેલની વરણી કરવામાં આવી છે. મીરા પટેલ વોર્ડ નંબર 10ના કાઉન્સિલર છે.  

G.M.C

G.M.C :  મનપામાં 44 માંથી 43 કોર્પોરેટર ભાજપના

G.M.C

ગાંધીનગર મનપામાં ડેપ્યુટી મેયર તરીકે નટવરજી મથુરજી ઠાકોરની વરણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગાંધીનગર મહાનગરપાલિકામા હાલ ભાજપનું શાસન છે. અને 44 માંથી 41 કોર્પોરેટરો ભાજપ તરફે ચુંટાઈને આવ્યા છે. ત્યારે લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસના બે કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જતા ભાજપના કોર્પોરેટરોનું સંખ્યાબળ 43 થઈ ચુક્યું છે.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો