Funny leave report   : હું પાર્ટી કરી રહ્યો છું, આજે ઓફીસ નહિ આવી શકું. આવી રીતે રજા માંગવાની કોણ હિંમત કરી શકે ?    

0
432
Funny leave report
Funny leave report

Funny leave report   :   મોટા ભાગે લોકો ફરિયાદ કરે છે કે તેમને ઓફિસમાંથી રજા નથી મળતી. ઘણા લોકો રજા માટે ગંભીર દુર્ઘટનાથી લઈને કોઈ બીમાર હોવા સુધીનું બહાનું બનાવી નાખે છે, પરંતુ શું તમે ક્યારેય કોઈને ઓફિસમાં એમ કહીને રજા લેતા જોયું છે કે હું પાર્ટી કરી રહ્યો છું અને ઓફિસ નહીં આવી શકું?’ હાલમાં જ એક મોટી કંપનીના CEO અંકિત અગ્રવાલે પોતે પોતાની કંપનીના એક કર્મચારીએ આવી રીતે રજા માંગી છે. (Funny leave report) એમ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને જણાવ્યું હતું.  

Funny leave report

Funny leave report   : અંકિતે લિંક્ડઇન પર એક વૉટ્સએપ મેસેજનો સ્ક્રીનશૉટ શેર કર્યો

Funny leave report   :  અંકિતે લિંક્ડઇન પર એક વૉટ્સએપ મેસેજનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે. તેમાં તેમના જ એક કર્મચારીએ મેસેજ કરીને રજા માગી હતી. અહી અજીબ એ હતું કે તેણે કોઈ બહાનું બનાવવાની જગ્યાએ સીધી રીતે બિન્દાસ અંદાજમાં પોતાની વાત રાખી હતી. ગુરુવારે સવારે 4:54 વાગ્યે મોકલવામાં આવેલા મેસેજમાં તેણે લખ્યું હતું કે, ‘હાઇ અંકિત, ઘણા લાંબા સમય બાદ હું તમારી પાસે લેટ નાઈટ પાર્ટી માટે રજા માંગી રહ્યો છું. હું એક કોન્સર્ટમાં ગયો હતો અને પાર્ટી હજુ ચાલુ છે. સોરી હવે હું શુક્રવારે ઓફિસ નહીં આવી શકું. હું બાકી ટીમ સાથે આંજે વાત કરી લઇશ.

Funny leave report

Funny leave report   :  તેના જવાબમાં મેનેજર અંકિતે જે લખ્યું તેની આશા કોઈ કદી બોસ પાસે રાખતું જ નથી. બોસે તેને જવાબમાં લખ્યું હતું કે, ‘કુલ.. આશા છે કોન્સર્ટ મસ્ત હશે. ક્યારેક અમને પણ લઈ જજે.  મેનેજર અંકિતે આ પોસ્ટના કેપ્શનમ લખ્યું હતું આજે સવારે મારા એક કર્મચારીનો આ મેસેજ મારા વૉટ્સએપ પર આવ્યો. કર્મચારી માટે એમ કહીને રજા માંગી રહ્યો હતો કે તે રાત્રે પાર્ટીમાં ગયો હતો અને પાર્ટી હજુ ચાલુ છે. તેનામાં આ ખુલ્લાપણું છે, જેથી અમે અમારી  ટીમ પર ભરોસો કરી રહ્યા છીએ અને તેઓ પણ જાણે છે કે તેમને અમારો સપોર્ટ મળશે. જ્યારે કર્મચારી એક-બીજા સાથે સહજ અને ઈમાનદાર હશે. આ સફળતાનો પાયો તૈયાર કરે છે.

Funny leave report

Funny leave report   :  અંકિતની આ પોસ્ટ ખુબ જ વાયરલ થઈ રહી છે. આ વાયરલ પોસ્ટમાં  લોકો તેના પર અનેક કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે  એવું વર્ક કલ્ચર હોય તો કામ કરવામાં આનંદ આવી જાય. એક અન્ય યુઝર્સે લખ્યું એવો બોસ હોય તો લોકોએ ખોટા બહાના બનાવવાની જરૂરિયત નહીં પડે. એક યુઝરે લખ્યું કે, અમને ત્યાં સુધી રજા મળતી નથી, જ્યાં સુધી પરિવારથી કોઈ હૉસ્પિટલમાં દાખલ ન હોય કે પછી તેનું મોત ન થઈ જાય. આપણામાંથી ઘણાએ માત્ર રજા માટે ઘણા સંબંધીઓને ગુમાવી દીધા હશે.

  તમે પણ આવા કેટલાય બહાના બનાવીને તમારા બોસ પાસે રજા માંગી હશે,  તમને અમારી આ સ્ટોરી ગમી હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે કેવી રીતે તમારા બોસ પાસે રજા માંગી છે.    

તમે આ પણ વાંચી શકો છો

Makar Sankranti 2024: ઉત્તરાયણ 14 નહિ પરંતુ 15 જાન્યુઆરીએ ઉજવાશે. જાણો કેમ ?