From Burnt Cash Bundles to Resignation: ન્યાયતંત્રમાં ખળભળાટ જસ્ટિસ યશવંત વર્માનું રાજીનામું, ઘરમાંથી નોટોના બંડલ મળ્યા બાદ સુપ્રીમ કોર્ટની તપાસમાં દોષિત ઠર્યા

0
96
From Burnt Cash Bundles to Resignation
From Burnt Cash Bundles to Resignation

From Burnt Cash Bundles to Resignation: અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ આખરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને લાગેલી આગમાં કરોડોની રોકડ મળી આવ્યા બાદ શરૂ થયેલા વિવાદ અને સંસદમાં ચાલી રહેલી મહાભિયોગની પ્રક્રિયા વચ્ચે આ મોટો નિર્ણય સામે આવ્યો છે.

From Burnt Cash Bundles to Resignation

From Burnt Cash Bundles to Resignation: શું હતો સમગ્ર ‘કેશ કાંડ’?

ઘટનાની શરૂઆત 14 માર્ચ 2025 ના રોજ થઈ હતી, જ્યારે જસ્ટિસ વર્માના દિલ્હી સ્થિત સરકારી બંગલામાં આગ લાગી હતી. આગ બુઝાવવા પહોંચેલા ફાયર ફાઈટરોને ત્યાંથી રૂ. 500-500ની નોટોના બંડલ ભરેલી બોરીઓ અડધી બળેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટના બાદ ન્યાયતંત્રમાં સનસનાટી મચી ગઈ હતી અને તેમનું ટ્રાન્સફર અલ્હાબાદ હાઈકોર્ટમાં કરી દેવામાં આવ્યું હતું. જોકે, તપાસ ચાલુ હોવાથી તેમને કોઈ ન્યાયિક જવાબદારી સોંપવામાં આવી ન હતી.

From Burnt Cash Bundles to Resignation: સંસદમાં મહાભિયોગ અને કાયદાકીય જંગ

જસ્ટિસ વર્મા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોને પગલે લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, જેને 146 સાંસદોનું સમર્થન મળ્યું હતું.

  • તપાસ સમિતિ: લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જજ (તપાસ) કાયદો 1968 હેઠળ ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી.
  • જસ્ટિસ વર્માનો પક્ષ: તેમણે આ સમિતિની રચનાને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. તેમની દલીલ હતી કે રાજ્યસભાએ પ્રસ્તાવ રદ કર્યો હોવા છતાં લોકસભા એકલા હાથે સમિતિ બનાવી શકે નહીં.

From Burnt Cash Bundles to Resignation: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

આ મામલે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે:

  1. લોકસભા સ્પીકર પાસે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે સમિતિ બનાવવાનો અધિકાર છે, ભલે રાજ્યસભામાં પ્રસ્તાવ રદ થયો હોય.
  2. ત્રણ હાઈકોર્ટના ન્યાયાધીશોની બનેલી ઈન્ટરનલ કમિટીએ પણ જસ્ટિસ વર્માને દોષિત ઠેરવી તેમને હટાવવાની ભલામણ કરી હતી.
  3. કોર્ટે જસ્ટિસ વર્માને સંસદીય સમિતિ સમક્ષ જવાબ આપવા માટે વધુ સમય આપવાનો ઈનકાર કરી દીધો હતો.

From Burnt Cash Bundles to Resignation: અંતે રાજીનામું

ચારેબાજુથી કાયદાકીય સકંજો કસાતા જસ્ટિસ યશવંત વર્માએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં આ એક દુર્લભ ઘટના છે જ્યાં હાઈકોર્ટના જજ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપોસર મહાભિયોગ સુધીની નૌબત આવી હોય.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત પોલીસનું ‘બ્રહ્માસ્ત્ર’ દેશમાં પ્રથમવાર લોન્ચ કર્યું NARIT AI ટૂલ, હવે ગુનેગારોનું બચવું મુશ્કેલ