અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે 50 કરોડ ડોલરનો દાવો માંડ્યો,વાંચો અહીં

0
120

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પૂર્વ વકીલ વિરુદ્ધ કેસ દાખલ કરીને ચર્ચામાં આવી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પૂર્વ વકીલ માઈકલ કોહેન વિરુદ્ધ 50 કરોડ ડોલરના વળતરની માંગણી કરીને કેસ દાખલ કર્યો છે. ટ્રમ્પે ફ્લોરિડાની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ કેસ દાખલ કર્યો છે. ટ્રમ્પનો આરોપ છે કે કોહેને એટર્ની અને ક્લાયન્ટ વચ્ચેના ગોપનીયતા કરારનું ઉલ્લંઘન કર્યું છે. એડલ્ટ સ્ટાર કેસના એકમાત્ર સાક્ષી માઈકલ કોહેન સામે ટ્રમ્પે 50 કરોડ ડોલરનો દાવો માંડ્યો. ટ્રમ્પે કેસમાં માઈકલ કોહેન પર આરોપ લગાવ્યો છે કે ‘તે તેમની વિરુદ્ધ ગેરમાર્ગે દોરનારી ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે, જેના કારણે તેમની ઈમેજને ઘણું નુકસાન થયું છે. કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે માઈકલ કોહેને ખોટા આચરણની તમામ હદો પાર કરી દીધી છે અને ટ્રમ્પ સામે તેમની સામે કેસ દાખલ કરવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી.