યુકેના પૂર્વ PM બોરિસ જ્હોનસને સાંસદ પદેથી રાજીનામું આપ્યું

0
59

પાર્ટીગેટ કૌભાંડમાં દોષિત ઠર્યા બાદ જ્હોનસનનું રાજીનામું

યુનાઈટેડ કિંગડમના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાર્ટીગેટ કૌભાંડમાં દોષિત ઠર્યા બાદ યુકેના પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોનસને તાત્કાલિક અસરથી સાંસદ તરીકે રાજીનામું આપી દીધું છે. પાર્ટીગેટ કૌભાંડની તપાસમાં જાણવા મળ્યું છે કે, પાર્ટી કેટ કૌભાંડમાં બોરીસ જ્હોનસને સંસદને ગેરમાર્ગે દોરી હતી. તેમના રાજીનામાથી તેમની પશ્ચિમ લંડનની યુક્સબ્રિજ અને સાઉથ રુઈસ્લિપ બેઠક પર પેટાચૂંટણી આવશે. બોરિસ જ્હોનસન જુલાઈ ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી વડા પ્રધાન હતા અને તેઓ વર્ષ ૨૦૧૫ થીયુક્સબ્રિજથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે.