પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકારની કેટલીક મહત્વની વાતોને લઈને સમર્થ આપ્યું છે. પણ કેટલાક મહત્વના મુદ્દાઓ પર મોદી સરકારને ટકોર પણ કરી છે. એક ઇન્ટરવ્યુંમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે વર્તમાન સંજોગોમાં ભારત સરકાર અને તેના દ્વારા લેવામાં આવતા વૈશ્વિક ધોરણે નિર્ણયો તેને લઈને પણ વાત કરી છે. પૂર્મવ પીએમ મનમોહન સિંહે જી-20, ચંદ્તાયાન-3ની સફળતા , ચીન સીમા વિવાદ અને વૈશ્વિક કક્ષાએ ભારતની શાખ બાબતે તેમજ ભારત સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ પર પોતાની વાત કહી.
યુક્રેન રશિયા યુદ્ધ પર ભારતનું વલણ અને બંને દેશોને શાંતિની અપીલ ઉપરાંત ભારતીય હિતોને ધ્યાનમાં રાખીને બંને દેશો બાબતે લેવાયેલા નિર્ણયોની પર મનમોહન સિંહે ભારત સરકારની પ્રશંશા કરી. તેમને કહ્યું કે નવી વિશ્વ વ્યવસ્થાને સંચાલિત કરવામાં અને દુનિયાના દેશોને એક યોગ્ય નિર્ણય સાથે પોતાની સાથે રાખવામાં ભારતની ભૂમિકાનું મહત્વનું યોગદાન છે. તેમને કહ્યું કે દુનિયાના દેશો જયારે કોરોના મહામારીના પ્રકોપની અસર હેઠળ હતા આર્થિક મહાસત્તા ચીન પણ આર્થીક બાબતોએ પીછેહઠ કરી હતી ત્યારે ભારત પોતાની આર્થિક નીતિઓ પર ખુબ સરસ કામગીરી કરીને દુનિયાના દેશોના સામે એક દાખલો બેસાડ્યો. દુનિયાના દેશોને કોવીડ-19ના સમયમાં જરૂરી દવાઓ સહિતની સામગ્રી પણ પૂરી પડી તે મહત્વનું છે.
ભારત હાલ જી-20 ની આગેવાની કરી રહ્યું છે ત્યારે તેમાં પણ ભારતની ભૂમિકાની પ્રશંશા કરી. છે. અને ભારત વૈશ્વિક શાખ મજબુત બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. આપને જણાવી દઈએકે રશિયા યુક્રેન યુદ્ધ પરના ભારતના વલણ પર અને નીતિઓ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ વખાણ કર્યા હતા.
આપને જણાવી દઈએકે ભારતની ઉદાર આર્થીક નીતિના જનેતા અને અર્થશાસ્ત્રી તેમજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે તેમના સમયગાળામાં ભારતની આર્થિક નીતિઓ મજબૂત બનાવી હતી. અને તેમની સુધારાવાદી આર્થીક નીતિઓ માટે દેશ આજે પણ યાદ કરે છે. પૂર્વ ભારત સરકારને કેટલીક આર્થિક નીતિઓ પર સુધારાની જરૂર છે તેમ પણ જણાવ્યું હતું. આપને જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન દુનિયાભરમાં જાણીતા અર્થશાસ્ત્રી તરીકે પણ જાણીતા છે અને ભારતની તમામ આર્થિકનીતિઓ પર સતત તેમની નજર રહેતી હોય છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પોતાના કાર્યકાળ દરમિયાન અનેક દેશહિતના કામ કર્યા હતા અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીએ પણ મનમોહન સિહને યાદ કાર્ય હતા અને દેશ તેમની આર્થીક સુધારાવાદી નીતિઓ માટે હંમેશા ઋણી રહેશે તેમ જણાવ્યું હતું.