Foreign Citizenship Trend:છેલ્લા પાંચ વર્ષમાં 9 લાખ ભારતીયોએ નાગરિકતા ત્યાગી; વિદેશી નાગરિકતા અપનાવવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો

0
95
Foreign Citizenship
Foreign Citizenship

Foreign Citizenship Trend:નવી દિલ્હી: ભારતમાંથી વિદેશી નાગરિકતા અપનાવવાની વૃત્તિ ઝડપથી વધી રહી છે. સરકારે રાજ્યસભામાં જાણકારી આપી છે કે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 9 લાખ ભારતીયોએ પોતાની નાગરિકતા ત્યાગી દીધી છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે એક લેખિત જવાબમાં આ માહિતી રજૂ કરી હતી.

સરકારે આપેલા સત્તાવાર આંકડા મુજબ 2019 થી 2024 દરમિયાન કુલ 896,843 ભારતીયોએ ભારતીય નાગરિકતા છોડીને વિવિધ દેશોની નાગરિકતા અપનાવી છે.

Foreign Citizenship Trend

Foreign Citizenship Trend:વર્ષવાર નાગરિકતા ત્યાગના આંકડા (2020–2024):

  • 2020: 85,256
  • 2021: 1,63,370
  • 2022: 2,25,620
  • 2023: 2,16,219
  • 2024: 2,06,378

મંત્રીએ આગળ જણાવ્યું કે 2011 થી 2019 દરમિયાન પણ કુલ 11.89 લાખ ભારતીયોએ નાગરિકતા છોડેલી હતી. તેમાં 2011 થી લઈને 2019 સુધી દર વર્ષે એકથી દીઢ લાખ નાગરિકતા ત્યાગના કેસ નોંધાયા હતા.

સરકાર મુજબ, ભારતીયો વિદેશી નાગરિકતા પસંદ કરવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે, જેનો ગ્રાફ વર્ષદર વર્ષ ઊંચો જ રહ્યો છે.

Foreign Citizenship Trend:વિદેશમાં રહેતા ભારતીયોની ફરિયાદો વિશે પણ મહત્વની માહિતી

Foreign Citizenship Trend

2024–25 દરમિયાન વિદેશમાં રહેતા ભારતીયોથી મળેલી ફરિયાદોની સંખ્યા 16,127 હતી.

  • મદદ પોર્ટલ મારફતે: 11,195 ફરિયાદો
  • CPGRAMS મારફતે: 4,932 ફરિયાદો

સૌથી વધુ ફરિયાદો આવતા દેશો:

  1. સાઉદી અરેબિયા – 3,049
  2. UAE – 1,587
  3. મલેશિયા – 662
  4. યુએસ – 620
  5. ઓમાન – 613
  6. કુવૈત – 549
  7. કેનેડા – 345
  8. ઓસ્ટ્રેલિયા – 318
  9. યુકે – 299
  10. કતાર – 289

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતીય પ્રવાસીઓની ફરિયાદોનું નિવારણ કરવા માટે મજબૂત બહુસ્તરીય સિસ્ટમ કાર્યરત છે—24×7 હેલ્પલાઇન, વોક-ઇન સુવિધા, સોશિયલ મીડિયા સપોર્ટ, તેમજ બહુભાષી સહાય ઉપલબ્ધ છે. મોટાભાગના કેસ નોકરીદાતાઓ સાથે મધ્યસ્થી કરીને અથવા સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન દ્વારા ઉકેલવામાં આવે છે.

કેટલાક કેસોમાં વિલંબ અધૂરી માહિતી, નોકરીદાતાઓના સહકારના અભાવ અથવા કાનૂની પ્રક્રિયા કારણે થતો હોવાનું મંત્રીએ જણાવ્યું. વિદેશસ્થિત ભારતીય દૂતાવાસો જરૂરિયાતમંદો માટે કાનૂની સહાય પણ પૂરી પાડે છે.

સરકારના જણાવ્યા મુજબ, વિદેશમાં કામ કરતા ભારતીયોની સુરક્ષા અને કલ્યાણ પ્રાથમિકતા છે અને ઓવરસીઝ ઇન્ડિયન સહાયતા કેન્દ્રો દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Rajkot news:રાજકોટમાં ફરજ દરમિયાન SRP જવાને સર્વિસ રાઈફલથી આત્મહત્યા કરી, સારવાર દરમિયાન મોત