Football Meets Cricket: વિશ્વ ફૂટબોલના મહાન ખેલાડી લિયોનેલ મેસીના સ્વાગતે આજે મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ રમતપ્રેમીઓના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું. ભારત પ્રવાસ દરમિયાન કોલકાતા અને હૈદરાબાદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ મેસી આજે મુંબઈ પહોંચ્યો હતો. તેના સન્માનમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ફૂટબોલ ચાહકો હાજર રહ્યા હતા.

Football Meets Cricket: વાનખેડે તાળીઓ મેસીનું સ્વાગત કર્યું
મેસીની સ્ટેડિયમમાં એન્ટ્રી થતા જ આખું વાનખેડે તાળીઓ, નારા અને જયઘોષથી ઝૂમી ઉઠ્યું. વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલરને પોતાની સામે જોવા મળતાં ફેન્સમાં અદભૂત ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ફૂટબોલ અને ક્રિકેટ—બન્ને રમતોના દિગ્ગજો એક જ મંચ પર જોવા મળ્યા, જે ક્ષણ રમતજગત માટે યાદગાર બની ગઈ.
Football Meets Cricket: કેપ્ટન સુનિલ છેત્રી સાથે મેસીની ખાસ મુલાકાત

ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ છેત્રી સાથે મેસીની ખાસ મુલાકાત થઈ. મેસીએ છેત્રીને પોતાની તરફથી વર્લ્ડ કપ ફૂટબોલની ટી-શર્ટ ભેટમાં આપી. આ ભેટ મળ્યા બાદ સુનિલ છેત્રીએ મેસી સાથે સેલ્ફી લઈને આ ક્ષણને યાદગાર બનાવી.
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર અને લિયોનેલ મેસી વચ્ચે પણ આત્મીય મુલાકાત થઈ. સચિને મેસીને ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપ ક્રિકેટ જર્સી ભેટમાં આપી. બે મહાન ખેલાડીઓ વચ્ચે થયેલ આ ક્ષણ રમતપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની.

Football Meets Cricket: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્વાગત કર્યું
કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મેસીનું સન્માનપૂર્વક સ્વાગત કર્યું. સાથે જ બોલિવૂડના જાણીતા અભિનેતા અજય દેવગણ અને ટાઈગર શ્રોફ પણ હાજર રહ્યા હતા અને તેમણે પણ મેસી સાથે મુલાકાત કરી.
વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલો આ કાર્યક્રમ માત્ર સ્વાગત સમારંભ નહીં, પરંતુ ફૂટબોલ અને ક્રિકેટના સંગમનું પ્રતીક બની રહ્યો. લિયોનેલ મેસીની હાજરીએ ભારતીય રમતપ્રેમીઓ માટે આ દિવસને યાદગાર બનાવી દીધો.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




