FOOT OVERBRIDGE :  ટ્રાફિક સમસ્યાથી મળશે છુટકારો , એસજી હાઇવે પર બનશે 5 ફૂટ ઓવર બ્રીજ

0
135
FOOT OVERBRIDGE
FOOT OVERBRIDGE

FOOT OVERBRIDGE :  અમદાવાદની ટ્રાફિક સમસ્યાની પરેશાન રાહદારીઓ માટે AMC રાહતના સમાચાર લઈને આવ્યું છે, અમદાવાદ મનપા અને નેશનલ હાઇવે ઓથોરીટી બંને સાથે મળીને એસજી હાઇવે પર પાંચ ફૂટ ઓવર બ્રીજ બનાવશે,   

FOOT OVERBRIDGE

FOOT OVERBRIDGE :  અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ભારે ટ્રાફિકના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.  ત્યારે હવે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)અને નેશનલ હાઈવે ઓથોરિટીએ એસ.જી. હાઈવે પર 20 કરોડ રૂપિયાના ખર્ચે 5 ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે. જિલ્લા કલેક્ટરની રોડ સેફ્ટી બેઠકમાં આ દિશામાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

FOOT OVERBRIDGE :  ક્યાં બનશે ફૂટ ઓવર બ્રીજ

FOOT OVERBRIDGE

FOOT OVERBRIDGE :  અમદાવાદના એસ.જી. હાઇવે પર રોડ ક્રોસ કરતી વખતે થતાં અકસ્માતોને ટાળવા ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય કરાયો છે. આ પાંચેય બ્રિજ ગોતા, થલતેજ, ગ્રાન્ડ ભગવતી હોટલ, રાજપથ ક્લબ અને વૈષ્ણૌદેવી નજીક બનશે. વર્ષ 2024માં જ આ કામ શરૂ કરી દેવાશે.

FOOT OVERBRIDGE

બીજી તરફ, સરદાર પટેલ રિંગ રોડ પર પણ 108ના અંદાજે 80થી 100 વાહન માટે પાર્કિંગની સુવિધા ઊભી કરાશે. આ દરમિયાન જિલ્લા કલેક્ટરની રોડ સેફ્ટી બેઠકમાં અવારનવાર થતા અકસ્માતના સ્થળે બ્લેક સ્પોટ સાઇન બોર્ડ અને માર્કિંગ કરવાની પણ સૂચના અપાઈ હતી, જેથી રસ્તા પર ચાલીને જતા નાગરિકો પણ જીવલેણ અકસ્માતના ભોગ ના બને.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો