દિલ્હીમાં પૂરનો ખતરો વધી ગયો,રવિવાર સુધી શાળા અને કોલેજો બંધ

0
71
Flood threat increased in Delhi, schools and colleges closed till Sunday
Flood threat increased in Delhi, schools and colleges closed till Sunday

દિલ્હીમાં પૂરનો ખતરો વધી ગયો

શાળા અને કોલેજો બંધ રહેશે

રવિવાર સુધી શાળા અને કોલેજોમાં રજા જાહેર

દિલ્હીમાં પૂરનો ખતરો વધી ગયો છે.દિલ્હીમાં સતત વરસી રેહલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં પૂરનો ખતરો વધી ગયો છે. હથની કુંડ બેરેજમાંથી પાણી છોડાયા બાદ યમુના નદીનું પાણી ઝડપથી વધી રહ્યું છે. દિલ્હીમાં કેટલાક રસ્તાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. યમુના બેંક મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં રવિવાર સુધી શાળા અને કોલેજો બંધ રહેશે.રાજધાનીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. સ્થિતિ એવી પહોંચી ગઈ છે કે હજારો પરિવારોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવું પડ્યું છે.ઉત્તર ભારતના ઉપરવાસમાં ભારે વરસાદ થતા યમુના નદીમાં પાણીની આવકમાં ભારે માત્રામાં વધારો થયો છે, સ્થિતિ એ થઇ છે કે દિલ્હીમાં યમુનાએ 45 વરસનો રેકોર્ડ તોડ્યો છે, યુમુના નદીનો જળ સ્તર ઐતિહાસિક સપાટીએ પહોચ્યુ છે, રિંગ રોડ અને કાશ્મીરી ગેટ સુધી પાણી પહોચતા કલમ 144 લાગુ કરી દેવાઇ છે,

દિલ્હીમાં યમુનાનું પાણી સતત વધી રહ્યું છે

યમુનાનું પાણી લાલ કિલ્લા પાસે પહોંચ્યું

દિલ્હીના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબ્યા

યમુના નદીનું ઉગ્ર સ્વરૂપ હવે દિલ્હીના લોકોને પરેશાન કરી રહ્યું છે. નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થયો છે અને ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે.  પૂરના પાણી લાલ કિલ્લાની નજીક પહોંચી ગયા છે.  લાલ કિલ્લાના પાછળના ભાગમાં  ધોધ જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. આ રિંગ રોડથી સલીમ ગઢનો બાયપાસ વિસ્તાર છે. જે પાણીમાં ગરકાવ થયો છે.જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે દિલ્હી પૂરના કારણે લોકો પરેશાન છે પરંતુ લાલ કિલ્લાની નજીક કેટલાક લોકો આ દુર્ઘટનામાં સાહસ શોધતા જોવા મળ્યા હતા. કેટલાક લોકો ન્હાતા હતા તો કેટલાક પુલ પરથી કૂદીને મસ્તી કરતા જોવા મળ્યા હતા. ઘણા લોકોએ કાર રોકીને સેલ્ફી લેવાનું શરૂ કર્યું હતું

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ