આસામમાં પૂર જેવી સ્થિતિ

0
175

આસામમાં ભૂસ્ખલનની ઘટનાઓ શરૂ થઈ

 આસામમાં પૂર જેવી સ્થિતિ

પાણી ભરાવાને કારણે 37 હજારથી વધુ લોકો પ્રભાવિત

આસામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.એક તરફ ગુજરાતમાં બિપરજોય ચક્રવાતે તબાહી મચાવી છે. બીજી તરફ હવે ભારે વરસાદ બાદ આસામમાં પૂર જેવી સ્થિતિના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. આસામના 10 જિલ્લા એવા છે જ્યાં પાણી ભરાવાને કારણે 37 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે બેઠક કરીને તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને આરોગ્ય સેવાઓની સાથે લોજિસ્ટિક્સનો પુરવઠો જાળવવા સૂચના આપી છે. ભૂસ્ખલનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. સ્થાનિક પ્રશાસન સતત પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાની કામગીગી કરી રહ્યું છે.

ભારે વરસાદને કારણે 10 જિલ્લાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે 37,000થી વધુ લોકો પ્રભાવિત થયા હતા. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના રિપોર્ટ અનુસાર, ધીરેનપાડા વિસ્તારમાં ભૂસ્ખલનથી મુખ્તાર અલી નામના વ્યક્તિનું મોત થયું છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે અલીના રહેઠાણ પર રહેણાંક સંકુલની બાઉન્ડ્રી વોલ તૂટી પડતાં તે કાટમાળમાં દટાઈ ગયો હતો. ઘટના સમયે તે સૂતો હતો.

સૌથી વધારે પ્રભાવિત જિલ્લો લખીમપુર

અત્યાર સુધીમાં 37,535 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. વિશ્વનાથ, દરરંગ, ધેમાજી, ડિબ્રુગઢ, હોજાઈ, લખીમપુર, નાગાંવ, સોનિતપુર, તિનસુકિયા અને ઉદલગુરી આ વર્ષે પૂરના પ્રથમ મોજાથી પ્રભાવિત જિલ્લાઓમાં સામેલ છે. શુક્રવાર સુધીમાં રાજ્યના સાત જિલ્લાઓમાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા 34,189 હતી. લખીમપુર સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો હતો જ્યાં 25,275 લોકો પૂરથી પ્રભાવિત થયા હતા.

વાંચો અહીં કચ્છમં બિપરજોયથી નુકસાન