First Digital & Caste Census: વસ્તી ગણતરી 2026 1 એપ્રિલથી દેશમાં ડિજિટલ ગણતરીનો પ્રારંભ, લિવ-ઈન કપલ્સ પણ ગણાશે ‘પરિણીત’, જાણો પૂછાનારા 33 સવાલો

0
198
First Digital & Caste Census
First Digital & Caste Census

First Digital & Caste Census: ભારત સરકાર દ્વારા આગામી 1 એપ્રિલ 2026થી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ વખતે વસ્તી ગણતરી અનેક રીતે ઐતિહાસિક બની રહેશે, કારણ કે તે સંપૂર્ણપણે ડિજિટલ હશે અને તેમાં પહેલીવાર આઝાદી પછી જાતિ આધારિત ગણતરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

First Digital & Caste Census: લિવ-ઈન રિલેશનશિપ પર મહત્વનો નિર્ણય

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા 33 પ્રશ્નોની યાદીમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. જો કોઈ લિવ-ઈન કપલ લાંબા સમયથી સ્થિર સંબંધમાં હોય અને પોતે સ્વીકારે કે તેમનો સંબંધ કાયમી રહેવાનો છે, તો ગણતરી દરમિયાન તેમને ‘પરિણીત’ (Married) તરીકે નોંધવામાં આવશે.

First Digital & Caste Census: બે તબક્કામાં થશે પ્રક્રિયા

  1. પ્રથમ તબક્કો (1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2026): આ તબક્કાને ‘હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ વસ્તી ગણતરી’ કહેવામાં આવશે. જેમાં ઘરોની સંખ્યા અને પાયાની સુવિધાઓની માહિતી મેળવવામાં આવશે.
  2. બીજો તબક્કો: જેમાં વસ્તી સંબંધિત વિગતવાર માહિતી અને જાતિ ડેટા એકત્રિત કરવામાં આવશે.
First Digital & Caste Census

First Digital & Caste Census: ડિજિટલ ઇન્ડિયાનો પ્રભાવ: ‘સેલ્ફ એન્યુમરેશન’ સુવિધા

આ વખતે વસ્તી ગણતરી પેપરલેસ હશે.

  • મોબાઈલ એપ: 30 લાખથી વધુ કર્મચારીઓ Android અને iOS એપ દ્વારા માહિતી ભરશે.
  • ઓનલાઈન પોર્ટલ: નાગરિકો પોતે પણ પોર્ટલ પર જઈને પોતાની માહિતી જાતે ભરી શકશે (Self Enumeration). આ સુવિધા હાઉસ લિસ્ટિંગ શરૂ થવાના 15 દિવસ પહેલા ઉપલબ્ધ થશે.

First Digital & Caste Census: રેફરન્સ ડેટ (સંદર્ભ તારીખ)નું મહત્વ

વસ્તી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણના જણાવ્યા મુજબ, 1 માર્ચ 2027ની મધ્યરાત્રિને સંદર્ભ તારીખ ગણવામાં આવશે. એટલે કે, જે આંકડા જાહેર થશે તે 1 માર્ચ 2027ના રોજ ભારતની સ્થિતિ કેવી હતી તે દર્શાવશે. આથી જ તેને વસ્તી ગણતરી 2027′ તરીકે પણ ઓળખવામાં આવશે.

મેપ પર દરેક ઘર બનશે ‘ડિજી ડોટ’ (Digi-Dot)

જિયો-ટેગિંગ દ્વારા દરેક ઘરને ડિજિટલ મેપ પર અંકિત કરવાના 5 મોટા ફાયદા થશે:

  1. આફતમાં રાહત: ભૂકંપ કે પૂર જેવી હોનારતમાં કયા ઘરમાં કેટલા લોકો છે તેની સચોટ જાણકારીથી બચાવ કાર્ય ઝડપી બનશે.
  2. સીમાંકન: વિધાનસભા કે સંસદીય ક્ષેત્રોના નિર્ધારણમાં ભૌગોલિક સંતુલન જળવાશે.
  3. શહેરી આયોજન: જ્યાં બાળકોની સંખ્યા વધુ હશે ત્યાં નવી શાળાઓ અને બગીચા બનાવવાનું આયોજન સરળ બનશે.
  4. સ્થળાંતર ડેટા: લોકો કયા વિસ્તારમાંથી ક્યાં જઈ રહ્યા છે તેનો સચોટ આંકડો મળશે.
  5. મતદાર યાદી: આધાર સાથે લિંક હોવાથી ડુપ્લિકેટ નામો દૂર કરી શકાશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો :  દિલ્હી બોર્ડર પરથી લશ્કર-એ-તૈયબાનો ખતરનાક આતંકી શબ્બીર અહમદ ઝડપાયો, ISI સાથે સીધા તાર