બિહાર માં વિરોધ દરમિયાન ફાયરિંગ ,3 લોકોને પોલીસની ગોળી વાગી, એકનું મોત

0
74
બિહાર
બિહાર

બિહાર ના કટિહારમાં ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થઈ ગયુ છે. જ્યારે બેની હાલત નાજુક છે. બિહારના બારસોઈ પ્રખંડ કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો પાવર કટનો વિરોધ કરી રહ્યા હતા. આ પ્રદર્શનમાં ગ્રામજનો અને જનપ્રતિનિધિઓ પણ જોડાયા હતા. અહીં વિરોધ કરી રહેલા લોકો અચાનક ઉગ્ર બની ગયા હતા. આ પછી પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે બિહાર પોલીસે લાઠીચાર્જ અને એરિયલ ફાયરિંગ કરી હતી.

ફાયરિંગ દરમિયાન 3 લોકોને પોલીસની ગોળી વાગી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે બે લોકોના મોત થયા છે. જ્યારે બારસોઈ સબડિવિઝન પોલીસ અધિકારીએ એક વ્યક્તિના મોતની વાત કરી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે.

ગોળી વાગવાથી મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ 35 વર્ષીય મોહમ્મદ ખુર્શીદ તરીકે થઈ છે.  ખુર્શીદ જે છછના ગામનો રહેવાસી હતો. બીજી તરફ ગંભીર રીતે ઘાયલ નિયાઝને સારવાર અર્થે સિલીગુર ખસેડવામાં આવ્યો છે. કટિહારની આ ઘટનામાં જનતાએ પોલીસ પર પથ્થરમારો કરવાનો પણ આરોપ લગાવ્યો છે. ત્યારબાદ પોલીસે ભીડને વિખેરવા માટે હવામાં ગોળીબાર કર્યો જેમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી.