દેશમાં બે અલગ અલગ રાજ્યોમાં લાગી આગ

0
64
દેશમાં બે અલગ અલગ રાજ્યોમાં લાગી આગ
દેશમાં બે અલગ અલગ રાજ્યોમાં લાગી આગ

દેશમાં બે અલગ અલગ રાજ્યોમાં લાગી આગ

મહારાષ્ટ્ર અને હરિયાણામાં લાગી આગ
ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ

દેશમાં બે અલગ અલગ રાજ્યોમાં બે જગ્યાએ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જોકે ભીષણ આગમાં સદનસીબે કોઈ જાનહિના થઇ નથી અને ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો.રાજ્યમાં બે અલગ અલગ જગ્યાએ લાગેલી આગની ઘટનાઓની વાત કરવામાં આવે તો મંબઈમાં અંધેરીમાં એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. તો આગની બીજી ઘટનાની વાત કરવામાં આવે તો  હરિયાણામાં એક શોરૂમમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બન્ને  આગની ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. અને ફયારબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો.   

મુંબઈના અંધેરીમાં ઈમારતમાં ભીષણ આગ

33 લોકોને ઈમારતમાંથી બહાર કઢાયા

આગમાં કોઈ જાનહાનિ નહીં

મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના સમાચાર મળ્યા બાદ બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઈમારતમાંથી 33 લોકોને બહાર કાઢ્યા હતા. મુંબઈના ફાયર ઓફિસરે જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

હરિયાણાંમાં ભીષણ આગ લાગી

કારના શોરૂમમાં આગ લાગી

સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નહીં

હરિયાણાંમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. હરિયાણાના રેવાડી સ્થિત કારના શોરૂમમાં આગ લાગી હતી.આગા લગી હોવાની જાણ થતા જ ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ