Annapoorani: નયનથારાએ તેની ફિલ્મ ‘અન્નપૂર્ણાની’ તેની ફિલ્મો કરિયરની 75મી ફિલ્મ છે. નિલેશ કૃષ્ણ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મમાં નયનથારા, જય અને સત્યરાજ મુખ્ય ભૂમિકામાં છે અને તે 1 ડિસેમ્બર, 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને મિક્સ પ્રતિસાદ મળ્યો અને બોક્સ ઓફિસ પર 5 કરોડ રૂપિયાની કમાણી કરી.
એક અહેવાલ મુજબ, મુંબઈના એલટી માર્ગ પોલીસ સ્ટેશનમાં FIR ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફિલ્મ (Annapoorani) લવ જેહાદ (Love Jihad)ને પ્રોત્સાહન આપે છે. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફિલ્મના એક દ્રશ્યમાં અભિનેતા જય કહી રહ્યો છે કે, ભગવાન રામ માંસ ખાનાર હતા, જે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.
Annapoorani: હિંદુ આઈટી સેલે ફરિયાદ કરી
ફિલ્મ, ‘અન્નપૂર્ણાની: ધ ગોડેસ ઓફ ફૂડ‘ (Annapoorani – The Goddess of Food) એ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર તેના ડિજિટલ પ્રીમિયર પછી હલચલ મચાવી હતી. હિંદુ આઈટી સેલ દ્વારા મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કારણ કે ફિલ્મમાં વાલ્મીકિની રામાયણને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી અને ભગવાન રામની ટીકા કરવામાં આવી હતી.
ફિલ્મની વાર્તા એક એવી છોકરીની આસપાસ ફરે છે જે કૂક બનવાનું સપનું અને આકાંક્ષા ધરાવે છે, પરંતુ એક હિન્દુ મંદિરના પૂજારીની પુત્રી હોવાને કારણે તેને માંસાહારી ખોરાક રાંધવા માટે ઘણા પડકારો અને સંઘર્ષોનો સામનો કરવો પડે છે અને ફિલ્મમાં એક દ્રશ્યેવિવાદ ઊભો કર્યો. સેફ બનવાની કોમ્પિટિશન પહેલા સ્કાર્ફથી માથું ઢાંકીને તે ઇસ્લામિક પ્રાર્થના કરી રહી છે.
ફિલ્મમાં કોમ્પિટિશન કરતા પહેલા, નયનથારાને યાદ આવે છે કે તેની કૉલેજની એક ફ્રેન્ડએ કહ્યું હતું કે, તે બિરિયાનીનો સ્વાદ લાજવાબ હતો કારણ કે તે બિરિયાની બનાવતા પહેલા નમાઝ અદા કરતી હતી અને તેણે રસોઈ સ્પર્ધા પહેલા પણ આ જ પ્રયાસ કર્યો હતો.
હવે,આ દ્રશ્યે વિવાદ સર્જ્યો છે કારણ કે તે ઘણા લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો