પ્રવેશોત્સવને લઇને જાણો સરકારની શુ છે યોજના

0
33

રાજ્ય સરકારની યોજાઇ બેઠક

5 જૂને  કરાશે વિશ્વ પર્યાવરણ દિન

પ્રવેશોત્સવની શરુઆત 12મી જુનથી થશે

રાજકોટ એઇમ્સની કામગીરી 60 ટકા પુર્ણ

રાજ્ય સરકારની કેબીનેટ બેઠકમાં અનેક પ્રકારના નિર્ણયો લેવાયા છે, જેમાં રાજયભરમાં શાળા પ્રવેશોત્સવ.૧૨મી થી ૧૪ જૂન-ર૦ર3 દરમિયાન યોજાશે,જેની શરુઆત સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના અધિકારીઓ કરાવશે,જૂન-૨૦૨૩ થી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં અંદાજે ૯,૭૭,૫૧૩ વિદ્યાર્થીઓ બાલવાટિકામાં પ્રવેશ મેળવશે, અને ૨,૩૦,૦૧૯ વિદ્યાર્થીઓ ધોરણ-૧માં પ્રવેશ મેળવશે,AIIMS રાજકોટનું 60 ટકા નિર્માણકાર્ય સંપન્ન  થયો છે ઓકટોબર-૨૦૨૩ સુધીમાં ગુજરાતની પ્રથમ AIIMS – રાજકોટનું બાંધકામ પૂર્ણ થશે,તેમ પ્રવક્તા પ્રધાન રુષિકેશ પટેલે જણાવ્યુ હતું,  5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અંબાજીમાં કરાશે આ ઉજવણી ‘વન કવચ’ થીમ પર કરાશે: કાર્યક્રમ દરમિયાન 10,000 વૃક્ષારોપણ કરાશે : ડ્રોન દ્વારા બીજની વાવણી સંદર્ભે પણ ખાસ કાર્યક્રમનું આયોજન રાજ્યના 11 જિલ્લાઓમાં MISTHI કાર્યક્રમ હેઠળ મેન્ગ્રુવનું વાવેતર કરાશે ,રાજ્યના 8 પવિત્ર યાત્રાધામ સ્થળો પર વૃક્ષારોપણ કરાશે ,ઓખા, પોશિત્રા, કાળુભાર, જામનગર અને નવલખી ખાતે ડોલ્ફિન શો યોજાશે