Smart Meter: સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે જાણો કઈ રીતે કામ કરે છે આ સિસ્ટમ, શું છે તેના વિશેનો ભ્રમ

0
480

Smart Meter: ગુજરાત સરકાર દ્વારા કેટલાક શહેરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ પ્રોજેક્ટ પાર પડે તે પહેલાં જ તેનો વિરોધ શરૂ થઈ ગયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતાં હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. આ આખો વિવાદ વડોદરામાં વધુ જોવા મળી રહ્યો છે, જ્યાં સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાના આરોપો લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Smart Meter નો એક વિડીયો વાયરલ થયા બાદ આખા ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. સામાન્ય લોકો પણ માહિતીના અભાવના કારણે મૂંઝવણમાં મૂકાય રહ્યા છે. બીજી તરફ વડોદરામાં કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે, જો સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ધમકી આપી છે.

સ્માર્ટ મીટરને લઈને શું આરોપો લાગી રહ્યા છે? શું ખરેખર તે આરોપો સાચા છે? જો આરોપો સાચા ન હોય તો તેની વાસ્તવિકતા શું છે? જેવા પ્રશ્નો ચર્ચાઇ રહ્યા છે. આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણે સ્માર્ટ મીટર અને તેની સિસ્ટમ વિશે માહિતી મેળવવી જરૂરી છે.

પાઇલટ પ્રોજેક્ટ હેઠળ જે ઘરોમાં નવા મીટર લગાવવામાં આવ્યાં છે, તે ઘરના સભ્યોની સુવિધા માટે જૂના મીટરની વપરાશને તે સમયે સેટલ કરવામાં ન આવી અને ઘરના સભ્યોને જાણકારી આપીને તે વપરાશ ચાર્જને 180 દિવસોમાં વિભાજિત કરવામાં આવ્યો અને તેને નવા મીટર સાથે ડેઇલી બેસિસ પર જોડવામાં આવ્યો. જેથી લોકોને એવું લાગ્યું કે, 10 દિવસમાં આટલા એકસ્ટ્રા પૈસા કયા જતાં રહ્યા. પરંતુ તે ખ્યાલ હોવો અનિવાર્ય છે કે, જૂના મીટરના વપરાશનો ચાર્જ પણ તેમાંથી કપાયો છે.

આ સિવાય પ્રીપેડ મીટરમાં એવી જોગવાઈ છે કે, ગ્રાહકે મોબાઈલ ફોનની જેમ અગાઉથી જ મીટર ચાર્જ કરવું પડશે અને જો તેનો વપરાશ ચાર્જ પ્રીપેડ એમાઉન્ટથી 300 રૂપિયા વધુ પણ થઈ જશે ત્યાં સુધી તેની વીજળી કાપવામાં આવશે નહીં. એટલે કે, તેનું ક્રેડિટ તેને મળશે. પરંતુ તે બાદ વીજળી કટ કરી દેવામાં આવશે અને રિચાર્જ કર્યા બાદ ફરીથી તેની જાતે જ શરૂ પણ થઈ જશે.

સૌથી રસપ્રદ વાત એ છે કે, 300 રૂપિયા માઇનસમાં ગયા પછી પણ વીજળી વિભાગ ગ્રાહકને 5 દિવસનો ગ્રેસ પિરિયડ આપે છે. હવે તેમાં પણ જો રિચાર્જ ના કરવામાં આવે તો વીજળી કટ થશે.

1 156
Smart Meter: સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે જાણો કઈ રીતે કામ કરે છે આ સિસ્ટમ, શું છે તેના વિશેનો ભ્રમ

એક પત્રકારે X પોસ્ટમાં Smart Meter વિશે વ્યવસ્થિત રીતે સમજણ આપી

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો