Farmers to Apply from Tomorrow :હેક્ટર દીઠ ₹22,000ની સહાય માટે આવતીકાલથી ખેડૂતો અરજી.#khedut,#gujrat,

0
152
kishan
kishan

Farmers to Apply from Tomorrow :ગાંધીનગર: રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ, રાજ્ય સરકારે પાક નુકસાની માટે જાહેર કરેલા ₹10 હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂત આવતીકાલે 14 નવેમ્બર, શુક્રવાર બપોરે 12 વાગ્યાથી ઓનલાઇન અરજી કરી શકશે.

Farmers to Apply from Tomorrow

Farmers to Apply from Tomorrow :આ સહાય યોજના હેઠળ પિયત અને બિનપિયત બંને પ્રકારના ખેડૂતોને સમાન ધોરણે પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય આપવામાં આવશે, જેમાં પ્રતિ ખેડૂત વધુમાં વધુ 2 હેક્ટર સુધીનો લાભ મળશે. કુલ 16,500 ગામોના ખેડૂતોને આ પેકેજનો લાભ મળવાનો છે. ખાસ વાત એ છે કે જેઓનો સર્વે થયો નથી તે ખેડૂતો પણ અરજી કરી શકશે.

રાજ્ય સરકારે 7 નવેમ્બર, 2025ના રોજ પાક નુકસાનના કારણે 44 લાખ હેક્ટર જમીનમાં 100 ટકા નુકસાન ગણાવી આ નિર્ણય લીધો હતો. આ પેકેજ માટે ₹6,429 કરોડ SDRFમાંથી અને ₹3,386 કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવાયા છે. આમ કુલ મળીને ₹9,815 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે, જે આગળ જઈને ₹10 હજાર કરોડ સુધી પહોંચી શકે છે.

Farmers to Apply from Tomorrow :કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે,

પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ પોર્ટલ પર આવશે, તેમ તેમ તેમની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચુકવણું કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે જરૂર જણાય તો અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવા સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે.

ખેડૂતો KRP પોર્ટલ (https://krp.gujarat.gov.in) મારફતે VCE/VLEની મદદથી ઓનલાઇન અરજી કરી શકશે, જે માટે તેમને કોઈ પણ પ્રકારનું ચૂકવણું કરવાનું રહેશે નહીં. સહાયની રકમ DBT પદ્ધતિથી સીધી ખેડૂતોના બેંક ખાતામાં PFMS/RTGS મારફતે જમા કરાશે.

Farmers to Apply from Tomorrow

આ પોર્ટલ સાથે રાજ્યના 16,500થી વધુ ગામોને મેપિંગ કરવામાં આવ્યા છે જેથી તમામ લાભાર્થી ખેડૂતોને સમયસર સહાય મળી રહે.

Farmers to Apply from Tomorrow :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સાથે બનાસકાંઠા, થરાદ, વાવ સહિત પાંચ જિલ્લાઓના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે પણ પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય સાથે 2 હેક્ટર મર્યાદામાં રાહત જાહેર કરી હતી. આ પેકેજનું મૂલ્ય ₹947 કરોડ હતું, જેમાં 12 નવેમ્બરે વધુ ₹190 કરોડનો વધારો કરીને કુલ ₹1,137 કરોડ સુધી પહોંચાડવામાં આવ્યો છે.

આ રીતે બન્ને પેકેજ મળીને ₹11,137 કરોડના કૃષિ રાહત પેકેજનું રાજ્ય સરકારે અમલીકરણ શરૂ કર્યું છે. મુખ્યમંત્રીના આ સંવેદનશીલ અને સમયસર નિર્ણયને લઈને રાજ્યના ખેડૂત સમાજે આભાર વ્યક્ત કર્યો છે.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :

દિલ્હી વિસ્ફોટ બાદ મોટી કાર્યવાહી : પીએમ મોદીની સુરક્ષા હવે રૉ ચીફ પરાગ જૈનના હાથમાં, મળી વધારાની જવાબદારી