Farmer Mahapanchayats:આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે આક્રમક રૂખ અપનાવ્યો છે. પાર્ટીએ Farmer આગામી સમયમાં રાજ્યભરમાં વધુ 5 ખેડૂત મહાપંચાયત યોજવાની જાહેરાત કરી છે. આથી પહેલાં AAPે બોટાદના હડદડ અને સુરેન્દ્રનગરના સુદામડામાં બે મહાપંચાયત યોજી હતી, જેમાં હડદડ ખાતે મહાપંચાયત દરમિયાન ઘર્ષણની ઘટનાઓ બની હતી.

Farmer Mahapanchayats:23 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી 5 મહાપંચાયત
AAPના નેતા કરન બારોટે જણાવ્યા મુજબ, ખેડૂત મહાપંચાયતની તારીખો આ મુજબ છે:
- 23 નવેમ્બર – વ્યારા-બારડોલી લોકસભા બેઠક
- 29 નવેમ્બર – આણંદ
- 30 નવેમ્બર – બનાસકાંઠા
- 7 ડિસેમ્બર – અમરેલી
- 14 ડિસેમ્બર – કચ્છ
આ મહાપંચાયતોમાં ખેડૂતોને થયેલા નુકસાન, વળતર અને સરકારની નીતિઓ અંગે ચર્ચા થશે.

Farmer Mahapanchayats:16 ડિસેમ્બરે ખેડૂતોનું માંગપત્ર CMને સોંપાશે
AAPના પ્રદેશના નેતાઓ 16 ડિસેમ્બરે મુખ્યમંત્રીને મળીને ખેડૂતોનું માંગપત્ર રજૂ કરશે. પંજાબમાં AAP સરકારે ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹50,000 વળતર આપ્યું છે, તે જ ધોરણે ગુજરાતના ખેડૂતોને પણ વળતર મળવું જોઈએ તેવી માંગ પાર્ટી કરશે.
Farmer Mahapanchayats:સરકાર પર AAPનો હુમલો: “પેકેજ લોલીપોપ સમાન”

AAPના પ્રદેશ પ્રવક્તા કરન બારોટે સરકારે જાહેર કરેલા પેકેજને “ખેડૂતો માટે લોલીપોપ સમાન” ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે:
- “ભાજપ અને કોંગ્રેસની મિલીભગતમાં ગુજરાતના ખેડૂત વર્ષોથી કડદાના ભોગ બની રહ્યા છે.”
- “AAPના નેતાઓ કૃષિ મુદ્દે આંદોલન કરે ત્યારે તેમને જેલમાં મોકલવામાં આવ્યા.”
- “યોગ્ય વળતર નહીં મળતા ખેડૂત પરિવારની ચિંતા અને દુઃખમાંથી આત્મહત્યા જેવા નિર્ણયો લઈ રહ્યા છે.”
AAPએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરકારે માગ સ્વીકાર નહીં કરે તો 16 ડિસેમ્બરે સીધું મુખ્યમંત્રીએ પાસે જઈ માંગપત્રક રજૂ કરવામાં આવશે.
વધુ સમાચાર જોવામાટે અહી ક્લિક કરો :




