Fake Mortgage Loan Racket Busted: શહેરના બોડકદેવ અને સેટેલાઈટ જેવા પોશ વિસ્તારોમાં ટૂંકા સમય માટે ઓફિસો ભાડે રાખી, મોટા વેપારીઓને સસ્તા દરે લોન અપાવવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવતી આણંદની ગેંગને અમદાવાદ LCB ઝોન-7 એ ઝડપી પાડી છે. પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Fake Mortgage Loan Racket Busted: ઠગાઈની અનોખી મોડસ ઓપરેન્ડી (Modus Operandi)
આ ગેંગ અત્યંત વ્યવસ્થિત રીતે વેપારીઓને પોતાની જાળમાં ફસાવતી હતી:
- મોટી લોનની લાલચ: અન્ય રાજ્યોના મોટા વેપારીઓને ફોન કરીને બેંક કરતા અડધા વ્યાજદરે ₹30 કરોડથી ₹100 કરોડ સુધીની મોટી મોર્ગેજ લોન અપાવવાનું વચન આપતા.
- ભવ્ય ઓફિસોનો દેખાડો: વેપારીઓને વિશ્વાસમાં લેવા માટે તેઓ બોડકદેવ અને સેટેલાઈટ જેવા વિસ્તારોમાં માત્ર થોડા સમય માટે આલીશાન ઓફિસો ભાડે રાખતા હતા.
- પ્રોસેસિંગ ફીના નામે લૂંટ: લોન મંજૂર કરાવવા માટે ‘સ્ટેમ્પ ડ્યુટી’ અને ‘પ્રોસેસિંગ ફી’ના બહાને લાખો રૂપિયા પડાવતા હતા.
Fake Mortgage Loan Racket Busted: તપાસમાં થયેલા ચોંકાવનારા ખુલાસા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે બે મુખ્ય ગુના આચર્યા હતા:
- બોડકદેવ: અહીં એક વેપારી સાથે ₹35 લાખની ઠગાઈ કરી હતી.
- સેટેલાઈટ: આ વિસ્તારમાં ₹29.75 લાખની છેતરપિંડી આચરી હતી. કુલ ₹64.75 લાખની રકમ ખોટા નામે ખોલાવેલા કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી, આ રકમમાંથી આરોપીઓ સોનું ખરીદી લેતા હતા જેથી પૈસા ટ્રેસ ન થાય. પૈસા મળતા જ તેઓ રાતોરાત ઓફિસો બંધ કરીને ગાયબ થઈ જતા હતા.
Fake Mortgage Loan Racket Busted: 2 મહિનાની મહેનત બાદ આણંદથી 4 ઝડપાયા
LCB ઝોન-7 ની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી સતત બે મહિના સુધી તપાસ કરી હતી. અંતે આણંદ જિલ્લાના 4 શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી રોકડ રકમ અને 4 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે દેશના અન્ય કેટલા વેપારીઓને પોતાનો શિકાર બનાવ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન જેવી ભયાનક ઘટના કારચાલકે બાઈકને 50 મીટર સુધી ઢસડ્યું, વીડિયો વાયરલ



