Extends Judicial Custody : મુખ્યમંત્રી કેજરીવાલની જ્યૂડિશિયલ કસ્ટડી હવે 7 મે સુધી વધારી દેવામાં આવી છે. આ સાથે જ કોર્ટે શરાબ કૌભાંડના અન્ય આરોપીઓ બીઆરએસના નેતા કવિતા અને ચનપ્રીત સિંહની પણ જ્યૂડિશિયલ કસ્ટડી વધારી દેવાઈ છે.
Extends Judicial Custody: દિલ્હીની કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડના આરોપીઓને રાહત નથી મળી રહી. હવે કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની જ્યૂડિશિયલ કસ્ટડી વધારી દેવાઈ છે. મુખ્યમંત્રી કેજરીવાલની જ્યૂડિશિયલ કસ્ટડી હવે 7 મે સુધી વધારી દેવામાં આવી છે. આ સાથે જ કોર્ટે શરાબ કૌભાંડના અન્ય આરોપીઓ બીઆરએસ નેતા કવિતા અને ચનપ્રીત સિંહની પણ જ્યૂડિશિયલ કસ્ટડી વધારી દેવાઈ છે. કે કવિતાની જ્યૂડિશિયલ કસ્ટડી પણ 7 મે સુધી વધારી દેવાઈ છે.

Extends Judicial Custody: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે 7 મે બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કથિત શરાબ કૌભાંડમાં ED સાથે સંબંધિત મની લોન્ડ્રિંગવાળા કેસમાં આરોપી બનાવવામાં આવેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ચનપ્રીત સિંહને વીડિયો કોન્ફરન્સિંગથી કોર્ટમાં હાજર કરાયા હતા. આ ઉપરાંત બીઆરએસ નેતાના કવિતા પણ વર્ચ્યુઅલી કોર્ટમાં હાજર કરાઈ હતી. ત્રણેય આરોપીને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગથી કોર્ટમાં હાજર કરાયા હતા. કે કવિતાની જ્યૂડિશિયલ કસ્ટડી CBI સાથે જોડાયેલા કેસમાં વધારવામાં આવી છે. કે કવિતાની જ્યૂડિશિયલ કસ્ટડી પણ 7 મેથી સુધી વધારવામાં આવી છે.
Extends Judicial Custody: ધરપકડ અને રિમાન્ડ વિરુદ્ધ અપીલ પર 29 એપ્રિલે સુનાવણી

આ પહેલા અરવિંદ કેજરીવાલની જ્યૂડિશિયલ કસ્ટડી 23 એપ્રિલ સુધી વધારવામાં આવી હતી. મુખ્યમંત્રી જ્યૂડિશિયલ કસ્ટડી ખતમ થયા બાદ તેમણે જજ કાવેરી બાવેજાની કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારે જજે કેજરીવાલની જ્યૂડિશિયલ કસ્ટડી વધારવાના આદેશ આપી દીધા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડ અને રિમાન્ડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. આ મામલે 29 એપ્રિલે સુનાવણી થશે.
Extends Judicial Custody: કેજરીવાલની તબિયતને લઈને ભારે હોબાળો થયો હતો

આ પહેલા તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલની તબિયતને લઈને પણ ભારે હોબાળો થયો હતો. આમ આદમી પાર્ટી આરોપ લગાવતી હતી કે અરવિંદ કેજરીવાલનું શુગર લેવલ વધી ગયું છે પરંતુ તિહાર જેલ પ્રશાસન તેમણે ઈન્સ્યુલિન નથી આપતા. આપએ ત્યાં સુધી કહ્યું હતું કે જેલમાં મુખ્યમંત્રી કેજરીવાલનો જીવ લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલો કોર્ટ પહોંચ્યો. જે બાદ કોર્ટે મેડિકલ બોર્ડ બનાવવાના આદેશ આપ્યા છે. બોર્ડે ચેકઅપ પછી કેજરીવાલને ઈન્સ્યુલિન આપવાની સલાહી આપી. મંગળવારે અરવિંદ કેજરીવાલને જેલમાં જ ઈન્સ્યુલિન આપવામાં આવ્યું.
Extends Judicial Custody: કેજરીવાલ, કવિતા અને ચનપ્રીત સિંહ હાલ જેલમાં

અરવિંદ કેજરીવાલની 21 માર્ચનાં રોજ EDએ ધરપકડ કરી હતી. તેલંગાનાના પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની દીકરી કે કવિતા શરાબ કૌભાંડમાં ED અને CBI બંનેના કેસમાં જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. CBIએ કવિતાની તિહાર જેલમાંથી ધરપકડ કરી હતી. EDએ તેમની મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી હતી જે બાદ તેઓ તિહાર જેલમાં બંધ હતી. બીજી તરફ EDએ ચનપ્રીત સિંહની હાલમાં જ ધરપકડ કરી. ચનપ્રીત સિંહ જ તે વ્યક્તિ છે જેમણે ગોવા વિધાનસભા ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીના ફંડને મેનેજ કર્યું હતું.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો