Expeditiously Exit Iran: ઈરાનમાં વસતા ભારતીયો માટે એમ્બેસીનો કડક આદેશ, ‘તાત્કાલિક દેશ છોડો’, હેલ્પલાઈન નંબર જાહેર

0
127
Expeditiously Exit Iran
Expeditiously Exit Iran

Expeditiously Exit Iran:મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે ઈરાનમાં વસતા પોતાના નાગરિકો માટે અત્યંત મહત્વની અને તાકીદની એડવાઇઝરી જાહેર કરી છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ભલે બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત થઈ હોય, પરંતુ ભારત સરકાર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે તમામ ભારતીયોને ‘Expeditiously Exit Iran’ એટલે કે શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડવા આદેશ આપ્યો છે.

Expeditiously Exit Iran: દૂતાવાસની મહત્વની સૂચનાઓ

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને નાગરિકોને ખાસ તાકીદ કરી છે:

  • સુરક્ષિત નિકાસ: ભારતીયોએ દૂતાવાસ દ્વારા સૂચવવામાં આવેલા અધિકૃત વિકલ્પોનો ઉપયોગ કરીને જ દેશની બહાર નીકળવું.
  • સરહદ બાબતે સાવચેતી: દૂતાવાસ સાથે પરામર્શ કે સંકલન કર્યા વગર કોઈપણ આંતરરાષ્ટ્રીય જમીન સરહદ (Land Border) ઓળંગવાનો પ્રયાસ ન કરવા કડક સૂચના અપાઈ છે.
Expeditiously Exit Iran

Expeditiously Exit Iran: મુશ્કેલી સમયે સંપર્ક કરવા માટે હેલ્પલાઇન

ભારતીય નાગરિકોની મદદ માટે દૂતાવાસે 24×7 ઈમરજન્સી હેલ્પલાઇન નંબરો અને ઈ-મેઈલ જાહેર કર્યા છે:

  • ફોન નંબર્સ: * +989128109115
    • +989128109109
    • +989128109102
    • +989932179359
  • ઈ-મેઈલ: cons.tehran@mea.gov.in

9,000 ભારતીયોની સુરક્ષાનો સવાલ

જ્યારે 28 ફેબ્રુઆરીએ સંઘર્ષ શરૂ થયો ત્યારે ઈરાનમાં અંદાજે 9,000 ભારતીયો (જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા) હાજર હતા. ભારત સરકારના સતત પ્રયાસોને કારણે અત્યાર સુધીમાં અંદાજે 1,800 ભારતીયો સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફરી ચૂક્યા છે. બાકીના નાગરિકોને પણ વહેલી તકે પરત લાવવા માટે સરકાર એક્શન મોડમાં છે.

યુદ્ધવિરામ છતાં કેમ આટલી ઉતાવળ?

જોકે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત થઈ છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ ગમે ત્યારે વણસી શકે છે. અગાઉ 7 એપ્રિલે પણ ભારતીયોને 48 કલાક સુધી ‘જ્યાં છો ત્યાં જ રહો’ (Stay Put) ની સલાહ અપાઈ હતી, પરંતુ હવે સ્થિતિની ગંભીરતા જોતા તેમને તાત્કાલિક દેશ છોડવા જણાવાયું છે.

વધુ સમાચાર એટ અંહી ક્લિક કરો : શેરબજારમાં તહેવાર જેવો માહોલ સેન્સેક્સમાં 3000 પોઈન્ટનો પ્રચંડ ઉછાળો, અમેરિકા-ઈરાન યુદ્ધવિરામની જાહેરાતથી રોકાણકારો ગદગદ