Exotic Birds Stolen : લગ્નનો ખર્ચ કાઢવા વિદેશી પક્ષીઓની ચોરી કરી, ગ્રામ્ય એલસીબીએ પ્લાન નિષ્ફળ બનાવ્યો#ExoticBirdsStolen #BirdTheftCase #AhmedabadCrime #PetShopTheft

0
1

Exotic Birds Stolen :વિદેશી પક્ષી ચોરી કેસ ઉકેલાયો, રીલ જોઈને ચોરીનો પ્લાન ઘડ્યો હતો

ભરૂચ અને ખેડા જિલ્લામાંથી બકરા અને પશુ ચોરી તેમજ લૂંટ કેસમાં ઝડપાઈ ચૂકેલા રિઢા ગુનેગાર બિશાલ યાદવ વિદેશી પક્ષીઓની ચોરી (Exotic Birds Stolen) ના કેસમાં ધરપકડ થઈ છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી પેટ શોપમાંથી 15 લાખના કિંમતી વિદેશી પક્ષીઓ ચોરાતા સ્થાનિક પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Crime Branch Ahmedabad) ગુનાનો ભેદ ઉકેલવા મથામણમાં લાગી હતી. દરમિયાનમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે (Ahmedabad Rural LCB) મુખ્ય આરોપી અને ચોરાયેલાં વિદેશી પક્ષીઓ શોધી લાવી છે. ચોરીનો પ્લાન આરોપીએ કેવી રીતે ઘડ્યો ? વાંચો આ અહેવાલમાં…

15 લાખના વિદેશી પક્ષી ચોરાયા

અમદાવાદના જુહાપુરામાં રોયલ અકબર ટાવરની સામે આવેલી અલસુગરા પેટ શોપમાંથી ગત સોમવારની રાતથી મંગળવારની સવાર દરમિયાન ચોરી થઈ હતી. દુકાનનું શટર ઉંચું કરીને પ્રવેશ કરેલા શખ્સો પાંજરામાં રહેલાં પક્ષીઓ પૈકી ઉંચી કિંમતના 11 વિદેશી પક્ષીઓ તેમજ રોકડ 2400 રૂપિયાની ચોરી કરી હતી. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશન (Vejalpur Police Station) ખાતે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. ચોરી થયેલાં પક્ષીઓમાં એક-એક ગ્રીન વીંગ મકાઉ (Green Wing Macaw) મોલુકન કાંકાટુ (Moluccan Cockatoo) ગલેરિટા કાંકાટુ વ્હાઇટ (Galerita Cockatoo White) અમ્બ્રેલા કાંકાટુ (Umbrella Cockatoo), બબ્બે આફ્રિકન ગ્રે (African Grey) એકલેટસ પેરોટ (Eclectus Parrot) અને ત્રણ બ્લુ ગોલ્ડ મકાઉ (Blue Gold Macaw) નો સમાવેશ થાય છે.

tu

રીલ જોઈ અને ચોરીનો પ્લાન બનાવ્યો

પશુ ચોરીના કેસોમાં જેલવાસ ભોગવી ચૂકેલા બિશાલ ચંદ્રેશ્વરરાય યાદવે (રહે. કિડની હૉસ્પિટલ સામે, નડિયાદ અને મૂળ રહે. બિહાર) મોબાઈલ ફોનમાં એક રીલ જોઈ હતી. અલસુગરા પેટ શોપમાં બનાવાયેલી રીલમાં લાખોની કિંમતના વિદેશી પક્ષીઓ જોતા તેની દાઢ સળકી હતી. બિશાલના લગ્ન દિવાળી સમયે લેવાના હોવાથી તેણે ચોરી કરવા સાથીદાર ભીખા અને બીટ્ટુને પણ રીલ બતાવી તેમને સામેલ કર્યા.

રેકી કર્યાના 20 દિવસ બાદ ચોરી કરી

બિશાલ યાદવે ચોરીના વીસેક દિવસ અગાઉ જુહાપુરાની અલસુગરા પેટ શોપ (Al sugra Pet Shop) ખાતે રેકી કરી હતી. રેકી દરમિયાન દુકાનમાં રહેલા દેશી-વિદેશી પક્ષીઓની કિંમત જાણી લીધી હતી. ગત સોમવારની મોડી રાતે કાર લઈને બિશાલ તેના સાગરીતો સાથે આવ્યો હતો અને દુકાનમાં રહેલાં લાખોની કિંમતના 11 વિદેશી પક્ષીઓ ચોરી (Exotic Birds Stolen) કર્યા હતા.

આસપાસના બાળકો વિદેશી પક્ષી જોવા આવતા

15 લાખ રૂપિયાની કિંમતના 11 પક્ષીઓ ચોરી કર્યા બાદ બિશાલ યાદવ પિંજરાઓ નડિયાદ ખાતેના ભાડાના રૂમમાં લઈ ગયો હતો. વિદેશી પક્ષીઓના અવાજથી આસપાસમાં રહેતા બાળકો બિશાલ યાદવના ઘરે અવારનવાર આવવા લાગ્યાં હતાં. પક્ષી ચોરીની જાણ કોઈને થઈ જાય તેવા ડરથી તે પોતાની કારમાં પિંજરા મુકી વેચવા ફરતો હતો.

કૉન્સ્ટેબલને બાતમી મળી અને આરોપી ઝડપાયો

અમદાવાદ ગ્રામ્ય એલસીબીના કૉન્સ્ટેબલ વિપુલ પટેલ (PC Vipul Patel) ને માહિતી મળી હતી કે, પશુ ચોરીના ગુનાનો આરોપી બિશાલ યાદવ અમદાવાદ ખાતે થયેલી વિદેશી પક્ષીઓની ચોરીમાં સામેલ છે. આ માહિતી તેમણે પીઆઈ આર. એન. કરમટીયા (PI R N Karmatiya) ને આપતાં બિશાલ યાદવને શોધી કાઢવામાં આવ્યો. કારમાં જઈ રહેલાં બિશાલને Team LCB એ પકડ્યો ત્યારે તેની પાછળના ભાગે પિંજરામાં રહેલા તમામ વિદેશી પક્ષીઓ પણ મળી આવ્યાં હતાં. અત્રે નોંધનીય છે કે, ભૂતકાળમાં ભરૂચ જિલ્લામાં થયેલી લાખો રૂપિયાના બકરા ચોરીના કેસનો ભેદ ઉકેલી ગ્રામ્ય એલસીબીએ બિશાલ યાદવને પકડી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

uil
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Exotic Birds Stolen : લગ્નનો ખર્ચ કાઢવા વિદેશી પક્ષીઓની ચોરી કરી, ગ્રામ્ય એલસીબીએ પ્લાન નિષ્ફળ બનાવ્યો#ExoticBirdsStolen #BirdTheftCase #AhmedabadCrime #PetShopTheft