EXIT POLL : એક્ઝિટ પોલ શું છે ? ઓપીનીયન પોલ અને એક્ઝિટ પોલ વચ્ચે શું ફરક છે ? જાણો એક્ઝિટ પોલનું અત:થી ઇતિ

0
202
EXIT POLL
EXIT POLL

EXIT POLL : લોકસભા ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, 1 દિવસ બાદ 1 લી જુને લોકસભા ચૂંટણી ૨૦૨૪ના સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે, ત્યારે હવે લોકોની નજર વર્ષ ૨૦૨૪ના લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા 1 જુનના રોજ સામે આવનાર એક્ઝીટ પોલ પર છે,  લોકસભા ચૂંટણી 2024 માટે એક્ઝિટ પોલ 1 જૂનની સાંજે 06 :30 વાગે જાહેર કરવામાં આવશે. એક્ઝિટ પોલ પરથી મતદારોના ઝુકાવનો અંદાજ આવે છે. પરંતુ આ કેટલી સચોટ હશે તે તો 4 જૂને પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ આજે અમે તમને એક્ઝિટ પોલ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

EXIT POLL

1 જૂનની સાંજે તમામ ચેનલો પર એક્ઝિટ પોલ રજૂ કરવામાં આવશે. જેના કારણે કોની સરકાર બનવા જઈ રહી છે તેની અટકળો ચાલશે,  ઘણી વખત એક્ઝિટ પોલ  નિષ્ફળ પણ સાબિત થયા છે. તો  ઘણી વખત એકદમ સચોટ પણ સાબિત થયા છે. ત્યારે આપને સૌથી પહેલા એ સમજીએ કે આ એક્ઝિટ પોલ હોય છે શું ?  એક્ઝિટ પોલ અને ઓપીનીયન પોલ વચ્ચે શું તફાવત હોય છે.  

EXIT POLL :  એક્ઝિટ પોલ શું હોય છે ?

EXIT POLL

એક્ઝિટ પોલ એ ચૂંટણી સર્વે છે. મતદાનના દિવસે ન્યૂઝ ચેનલો અને એક્ઝિટ પોલિંગ એજન્સીઓના પ્રતિનિધિઓ મતદાન મથકો પર હાજર હોય છે. મતદાન કર્યા બાદ મતદારોને ચૂંટણી સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે. તેમના જવાબોના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આ રિપોર્ટનું મૂલ્યાંકન દર્શાવે છે કે ચૂંટણીમાં મતદારોનો ઝુકાવ ક્યાં છે. ખાસ વાત એ છે કે એક્ઝિટ પોલ સર્વેમાં માત્ર મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

EXIT POLL :  ઓપિનિયન પોલ શું હોય છે ?

EXIT POLL

ઓપિનિયન પોલ પણ ચૂંટણી સર્વે છે. પરંતુ આ ચૂંટણી પહેલા કરવામાં આવે છે. તમામ લોકો આમાં સામેલ છે. આમાં મતદાર હોવાની શરત ફરજિયાત નથી. આ સર્વેમાં વિવિધ મુદ્દાઓના આધારે પ્રદેશ મુજબ જનતાના મૂડનો અંદાજ કાઢવામાં આવે છે. જનતાને કઈ યોજના પસંદ કે નાપસંદ? કઇ પાર્ટીથી કેટલા ખુશ છે તેનો અંદાજ ઓપિનિયન પોલ પરથી લગાવામાં આવે છે.

EXIT POLL :  છેલ્લા તબક્કાના મતદાન પછી જ કેમ એક્ઝિટ પોલ સામે આવે છે ?

EXIT POLL

ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત પછી કોઈ એક્ઝિટ પોલ કે સર્વે બહાર પાડી શકાતો નથી. મતદાનના છેલ્લા તબક્કા બાદ સાંજે મતદાન પૂર્ણ થયાના અડધા કલાક બાદ જ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવે છે.  પ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ 126A હેઠળ, મતદાનના છેલ્લા તબક્કાના અંતના અડધા કલાક સુધી એક્ઝિટ પોલ જાહેર કરવા પર પ્રતિબંધ છે. ઉલ્લંઘન પર બે વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા થઈ શકે છે.

EXIT POLL :  એક્ઝિટ પોલની માર્ગદર્શિકા ક્યારે બનાવવામાં આવી હતી?

ભારતના ચૂંટણી પંચે સૌપ્રથમ 1998માં એક્ઝિટ પોલ માર્ગદર્શિકા બહાર પાડી હતી. 2010 માં, છ રાષ્ટ્રીય અને 18 પ્રાદેશિક પક્ષોના સમર્થન સાથે, કલમ 126A હેઠળ ચૂંટણી દરમિયાન માત્ર એક્ઝિટ પોલ જાહેર કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જોકે, ચૂંટણી પંચ ઈચ્છે છે કે ઓપીનીયન પોલ અને એક્ઝિટ પોલ બંને પર પ્રતિબંધ મૂકવામાં આવે. તમને જણાવી દઈએ કે ઓપિનિયન અને એક્ઝિટ પોલ જાહેર કરતી વખતે સર્વે એજન્સીનું નામ, કેટલા મતદારો અને કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેનો ઉલ્લેખ કરવાની સૂચના છે.

EXIT POLL :  ઓપીનીયન પોલની શરૂઆત ક્યાંથી થઇ  ?

EXIT POLL

વિશ્વમાં ચૂંટણી સર્વેની શરૂઆત સૌથી પહેલા અમેરિકામાં થઈ હતી. જ્યોર્જ ગેલપ અને ક્લાઉડ રોબિન્સને અમેરિકન સરકારની કામગીરી અંગે લોકોના અભિપ્રાય જાણવા માટે આ સર્વે કર્યો હતો. બાદમાં, બ્રિટને 1937માં અને ફ્રાન્સે 1938માં મોટા પાયે મતદાન સર્વેક્ષણો હાથ ધર્યા.આ પછી જર્મની, ડેનમાર્ક, બેલ્જિયમ અને આયર્લેન્ડમાં ચૂંટણી પૂર્વે સર્વે કરવામાં આવ્યો હતો.

EXIT POLL :  એક્ઝિટ પોલ શરૂઆત ક્યાંથી થઇ  ?

એક્ઝિટ પોલની શરૂઆત ડચ સમાજશાસ્ત્રી અને ભૂતપૂર્વ રાજકારણી માર્સેલ વોન ડેમ દ્વારા કરવામાં આવી હતી. વોન ડેમે તેનો સૌપ્રથમ ઉપયોગ 15 ફેબ્રુઆરી 1967ના રોજ કર્યો હતો. તે સમયે નેધરલેન્ડમાં યોજાયેલી ચૂંટણીઓ અંગેનું તેમનું મૂલ્યાંકન એકદમ સચોટ હતું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઓપિનિયન (IIPU)ના વડા એરિક ડી’કોસ્ટા દ્વારા ભારતમાં એક્ઝિટ પોલની શરૂઆત કરવામાં આવી હતી.1996માં એક્ઝિટ પોલની સૌથી વધુ ચર્ચા થઈ હતી. તે સમયે દૂરદર્શને સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS)ને દેશભરમાં એક્ઝિટ પોલ કરાવવાની પરવાનગી આપી હતી. 1998માં પહેલીવાર ટીવી પર એક્ઝિટ પોલનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

EXIT POLL :  ઍક્ઝિટ પોલ ક્યારે ક્યારે ખોટા પડ્યા છે ?  

EXIT POLL

1 ) વર્ષ 2004માં લોકસભાની ચૂંટણીમાં ઍક્ઝિટ પોલ ખોટા સાબિત હતા. 2004ના એક્ઝીટ પોલમાં ભાજપને ફરીથી સત્તા મળશે એવું એ સમયે તમામ ઍક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું હતું, પરંતુ એવું થયું નહોતું.  અને કૉંગ્રેસ પક્ષની આગેવાની હેઠળના યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સે (UPA) સરકાર બનાવી હતી.”

૨ )2004માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના પ્રાથમિક ઍક્ઝિટ પોલ મુજબ, જ્હોન કેરી તેમના પ્રતિસ્પર્ધી જ્યોર્જ ડબલ્યુ. બુશને હરાવવાના હતા, પણ એવું ન થયું. અને જ્યોજ બુશ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા.

૩ ) 2016માં યોજાયેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં પણ પ્રાથમિક તારણ એવું આવ્યું હતું કે હિલેરી ક્લિન્ટન તેમના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પને માત આપશે, પરંતુ ટ્રમ્પ પ્રમુખ બન્યા હતા.”

4 ) ભારતમાં પણ ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો