EVM-VVPAT Case: VVPAT વેરિફિકેશનની માંગ કરતી તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી. બેલેટ પેપરની માંગણી કરતી અરજી પણ ફગાવી દેવામાં આવી છે. કોર્ટના આ નિર્ણયથી VVPAT સ્લિપ સાથે EVM દ્વારા પડેલા મતોના 100% મેચિંગની માંગને ફટકો પડ્યો છે. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે સર્વસંમતિથી આ નિર્ણય આપ્યો છે.
EVM-VVPAT Case: સુપ્રીમ કોર્ટે એક મહત્વના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે મતદાન ઈવીએમ મશીન દ્વારા જ થશે. EVM-VVPAT નું 100% મેચિંગ કરવામાં આવશે નહીં. VVPAT સ્લિપ 45 દિવસ સુધી સુરક્ષિત રહેશે. આ સ્લિપ ઉમેદવારોની સહી સાથે સુરક્ષિત રાખવામાં આવશે. કોર્ટે સિમ્બોલ લોડિંગ યુનિટને સીલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
EVM-VVPAT Case: કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે ઉમેદવાર પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર ફરીથી ચકાસણીની માંગ કરી શકે છે. એન્જિનિયરો માઇક્રોકન્ટ્રોલરની મેમરી તપાસશે. આ તપાસનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે. જો તે ખોટું સાબિત થશે, તો પૈસા પરત કરવામાં આવશે.
EVM-VVPAT Case: ઉપરાંત, સૂચન આપતાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે ચૂંટણી પંચને ભવિષ્યમાં VVPAT સ્લિપમાં બાર કોડને ધ્યાનમાં લેવા જણાવ્યું છે. આ સિવાય બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગને પણ બેન્ચે સ્વીકારી નથી. સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણીમાં આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
EVM-VVPAT Case: છેલ્લી સુનાવણીમાં શું થયું હતું?
છેલ્લી સુનાવણી દરમિયાન, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાની બેન્ચે VVPAT સાથે EVM દ્વારા પડેલા મતોની ચકાસણી સંબંધિત અરજીઓ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
આ દરમિયાન બેન્ચે ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું, “અમે ખોટા સાબિત થવા માંગતા નથી પરંતુ અમારા તારણો વિશે સંપૂર્ણ ખાતરી કરવા માંગીએ છીએ.” આ કારણોસર અમે સ્પષ્ટતા માંગવાનું વિચાર્યું..’
વાસ્તવમાં, VVPAT એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે. આના દ્વારા મતદારો જાણી શકશે કે તેમનો મત એ જ વ્યક્તિને ગયો છે કે જેને તેમણે મત આપ્યો છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો