ADR Report માં ચોંકાવનારો ખુલાસો; ગુજરાતમાં EVM માં પડેલા વોટ અને ગણતરીના વોટમાં મોટો તફાવત, ચૂંટણી પંચ શંકાના દાયરામાં

0
352
ADR Report માં ચોંકાવનારો ખુલાસો; ગુજરાતમાં EVM માં પડેલા વોટ અને ગણતરીના વોટમાં મોટો તફાવત, ચૂંટણી પંચ શંકાના દાયરામાં
ADR Report માં ચોંકાવનારો ખુલાસો; ગુજરાતમાં EVM માં પડેલા વોટ અને ગણતરીના વોટમાં મોટો તફાવત, ચૂંટણી પંચ શંકાના દાયરામાં

ADR Report: દુનિયાની સૌથી વિશ્વસનીય સંસ્થાઓમાં ભારતના ચૂંટણી પંચનું નામ સામેલ છે, આ એ જ પંચ છે જેણે તી.એન. શેષન જેવા નિષ્પક્ષ અધિકારીઓ આપ્યા છે. પરંતુ ADR Report જાહેર થતા જ ભારતીય ચૂંટણી પંચ શંકાના દાયરામાં આવી ગયું છે.

લોકસભાની ચૂંટણીમાં ઈવીએમમાં પડેલાં મત અને મત ગણતરીના આંકડામાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)ના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો છે. રિપોર્ટ અનુસાર, દેશ તમામ બેઠકો પર કુલ મળીને 5 કરોડ મતના ફેરફાર જોવા મળતાં એક નવા વિવાદ ઊભો થયો છે. તેમાં ગુજરાતમાં લોકસભાની 26 બેઠકમાંથી 24 બેઠકમાં કુલ 15,521 મતનો ફેરફાર જોવા મળ્યો છે. કાં તો મત વધુ પડયાં છે, કાં તો ઓછા પડયાં છે. હવે ઈલેક્શન કમિશનની વિશ્વસનિયતા સામે સવાલો ઊઠ્યાં છે.

લોકસભા ચૂંટણીમાં 538 બેઠકો પર પડેલા અને ગણતરીના મતો વચ્ચેનો તફાવત

– ADR report

એડીઆરના સ્થાપક પ્રો. સોમવારે પત્રકાર પરિષદમાં અહેવાલ જાહેર કરતી વખતે દાવો કર્યો હતો કે 362 બેઠકો પર પડેલા કુલ મતો કરતાં 5 લાખ 54 હજાર 598 મત ઓછા ગણાયા છે. તે જ સમયે, તેમણે વધુમાં કહ્યું કે 176 બેઠકો પર પડેલા કુલ 35 હજાર 93 મતોની વધુ ગણતરી કરવામાં આવી છે.

ADRના અહેવાલ મુજબ, 2019ની સામાન્ય ચૂંટણીઓની સરખામણીમાં કુલ પડેલા મતો અને 2024ની લોકસભા ચૂંટણીમાં ગણાયેલા મતોની સંખ્યા વચ્ચે નોંધપાત્ર તફાવત છે.

ADR Report માં ચોંકાવનારો ખુલાસો; ગુજરાતમાં EVM માં પડેલા વોટ અને ગણતરીના વોટમાં મોટો તફાવત, ચૂંટણી પંચ શંકાના દાયરામાં
ADR Report માં ચોંકાવનારો ખુલાસો; ગુજરાતમાં EVM માં પડેલા વોટ અને ગણતરીના વોટમાં મોટો તફાવત, ચૂંટણી પંચ શંકાના દાયરામાં

જાણો શું છે રિપોર્ટમાં

અંતિમ મતદાન ટકાવારીના ડેટા, મતવિસ્તારો અને મતદાન મથકો પરના ડેટાની ઉપલબ્ધતા અને અંતિમ ડેટાના આધારે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા કે કેમ તે અંગે અસાધારણ વિલંબ થયો હતો. તેની અસ્પષ્ટતાએ ચૂંટણી પરિણામોની પ્રામાણિકતા અંગે ચિંતા અને લોકોમાં શંકા પેદા કરી છે. જો કે, ADR એ સ્પષ્ટતા કરી નથી કે મતોમાં આ તફાવતને કારણે કેટલી બેઠકો અલગ-અલગ પરિણામો તરફ દોરી જશે. પ્રો. જગદીપ છોકરે કહ્યું કે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી 2019 અને લોકસભા ચૂંટણી 2024માં થયેલા ઉલ્લંઘન, ગેરકાયદેસરતા અને ગેરરીતિઓની ગંભીર ઘટનાઓને સંબોધવામાં અને તેમની સામે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. જેના કારણે મતદારોના મનમાં આશંકા જન્મી છે. આ આશંકાઓને ગંભીરતાથી લેવી જોઈએ.

ADR Report: 3100 મતોનો તફાવત

લોકસભાની ચૂંટણી 2024માં ચૂંટણી પંચે જે આંકડા જાહેર કર્યાં હતાં અને મતગણતરીના દિવસે મતોની ગણતરી થઈ તેમાં ઘણાં મતોમાં તફાવત જોવા મળ્યો છે. એડીઆરના રિપોર્ટ (ADR Report) અનુસાર,, ગુજરાતની વાત કરીએ તો, 26 બેઠકમાંથી 24 બેઠકોમાં 8 મતોથી માંડીને 3100 મતોનો તફાવત જોવા મળ્યો છે. કાં તો મત ઓછાં છે. કાં તો જાહેર કરેલાં મતો કરતાં વધુ મત છે. આ રીપોર્ટ જાહેર થતા જ ચૂંટણી પંચની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે.

ગુજરાતમાં 24 બેઠકો પર કુલ મળીને 15,521 મતનો તફાવત જોવા મળ્યો છે. ભાવનગરમાં 2096, ખેડામાં 2222, પાટણમાં 1577, બારડોલીમાં 3193 અને આણંદમાં 1337 મતનો ફરક જોવા મળ્યો છે. જો કે, મતમાં ફેરફાર એ પરિણામ બદલવા માટે જવાબદાર ન હોય પણ ચૂંટણીપંચની વિશ્વસનિયતા સામે આંગળી ચિંધાઈ છે.

અહેવાલમાં જણાવાયું છે કે સામાન્ય ચૂંટણી 2024 ના પરિણામોએ અમરેલી, અટીંગલ, લક્ષદ્વીપ અને દાદરા નગર હવેલી અને દમણ દીવ સિવાય 538 સંસદીય મતવિસ્તારોમાં પડેલા અને ગણેલા મતોમાં નોંધપાત્ર વિસંગતતાઓ જાહેર કરી હતી.

ચૂંટણી પરિણામો પર શું અસર પડી?

અહેવાલ (ADR Report) માં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મતદાન અને મતગણતરી દરમિયાન મતોનો તફાવત હતો, પરંતુ ADR એ સ્પષ્ટ કર્યું નથી કે કુલ પડેલા મતોની સંખ્યા અને ગણતરીના મતોમાં વિસંગતતાને કારણે કેટલી બેઠકો પર અસર થઈ છે. અહેવાલમાં જણાવાયું છે કે 195 બેઠકો પર પડેલા મત અને ગણતરીમાં કોઈ તફાવત નથી.

ADR Report માં ચોંકાવનારો ખુલાસો; ગુજરાતમાં EVM માં પડેલા વોટ અને ગણતરીના વોટમાં મોટો તફાવત, ચૂંટણી પંચ શંકાના દાયરામાં
ADR Report માં ચોંકાવનારો ખુલાસો; ગુજરાતમાં EVM માં પડેલા વોટ અને ગણતરીના વોટમાં મોટો તફાવત, ચૂંટણી પંચ શંકાના દાયરામાં

ADR Report અનુસાર વિસંગતતા

  • યુપીની 55 સીટોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં મત ગણતરીમાં 53960નો ઘટાડો થયો છે. 25 બેઠકો એવી છે કે જ્યાં 6124 મતો વધુ ગણવામાં આવ્યા છે.
  • દિલ્હીની તમામ 7 સીટો પર 8159 ઓછા વોટની ગણતરી કરવામાં આવી છે.
  • ઉત્તરાખંડની 5 બેઠકો પર 6315 ઓછા મતોની ગણતરી થઈ છે.
  • ઝારખંડની કુલ 14 લોકસભા બેઠકોમાંથી 12 બેઠકો પર 26342 ઓછા મતોની ગણતરી થઈ છે. બે બેઠકો એવી છે કે જેના પર કુલ મતોમાંથી 393 વધુ મતોની ગણતરી કરવામાં આવી છે.
  • બિહારની કુલ 40 સીટોમાંથી 21 સીટો પર 5015 વોટ વધારે ગણવામાં આવ્યા છે. જ્યારે 19 બેઠકો પર કુલ મતો કરતાં 9924 ઓછા મતોની ગણતરી કરવામાં આવી છે.

ચૂંટણી પંચ પ્રશ્નોના જવાબ આપવા અસમર્થઃ ADR

ADR Report માં દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણી પંચે હજુ સુધી અંતિમ મત ગણતરીનો ડેટા જાહેર કર્યો નથી. તે જ સમયે, કમિશન હજુ પણ પડેલા મતો અને ગણતરી કરાયેલા મતો વચ્ચેના તફાવતનો જવાબ આપવામાં અસમર્થ છે. વોટ ટકાવારી કેવી રીતે વધી? આ માહિતી હજુ સુધી બહાર આવી નથી.

મતદારોના મનમાં આશંકા: ADR

પ્રો. જગદીપએ લોકસભાની ચૂંટણીમાં થઈ રહેલી ગેરરીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં મતદાનના અંતિમ આંકડા જાહેર કરવામાં ભારે વિલંબ થયો હતો અને મતદાન મથકોના અલગ-અલગ ડેટાનો અભાવ હતો અને તેના આધારે ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આખરી ગણતરીના આંકડા થયા કે નહીં? આ તમામ સવાલો દેશની જનતાના મનમાં શંકા ઉભી થઇ.

ADR Report જાણવા અહીં ક્લિક કરો –

ઉલ્લખનીય છે કે, 7 જૂને ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024માં કુલ મતદાનના આંકડા જાહેર કર્યા હતા. આ વખતે એકંદરે 65.79 ટકા મતદાન નોંધાયું હતું. જે 2019ની ચૂંટણી કરતાં 1.61 ટકા ઓછું છે. ગત વખતે કુલ આંકડો 67.40 ટકા હતો. 2019ની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં અહેવાલ (ADR Report)માં જણાવાયું છે કે 195 બેઠકો પર પડેલા અને ગણેલા મતોમાં કોઈપણ પ્રકારની વિસંગતતા જોવા મળી નથી. તમને જણાવી દઈએ કે આ લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસને 99 બેઠકો મળી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો