અમદાવાદમાં રોગચાળો બેકાબૂ
મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો
એક થી ત્રણ સપ્ટેમ્બર દરમિયાન ડેન્ગ્યુના ૩૦ જેટલા કેસો નોંધાયા
1347 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા
અમદાવાદમાં રોગચાળો બેકાબૂ બન્યો છે મચ્છર અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે એએમસી દ્વારા પ્રયત્ન કરવા છતાં રોગચાળો કાબુમાં આવી રહ્યો નથી.ખાસ કરીને લોકો ડેન્ગ્યુનો શિકાર બની રહ્યા છે ચાલુ મહિનામાં એટલે કે એક થી ત્રણ સપ્ટેમ્બર દરમિયાન ડેન્ગ્યુના ૩૦ જેટલા કેસો નોંધાયા… હાલમાં દિવસમાં પણ મિક્સ ઋતુ જોવા મળી રહી છે.. દિવસભર ગરમી અને રાતે ઠંડી જોવાના કારણે રોગચાળો કેસમાં વધારો થયો છે..અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ માસમાં 1347 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 38 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. આ ઉપરાંત બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 355 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી કુલ 1 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે. ત્રણ દિવસમાં એટલે કે એક થી ત્રણ સપ્ટેમ્બર દરમિયાન નોંધાયેલા કેસની વાત કરીએ તો ઝાડા ઉલટીના ૬૫ કેસ કમળાના 20 કેસ ટાઈફોડના 41 કેસ જ્યારે મલેરિયાના 5 અને ડેન્ગ્યુના કેસ 30 નોંધાયા છ
અમદાવાદમાં રોગચાળાના આંકડાઓ ડરાવી રહ્યાં છે. ત્રણ દિવસમાં એટલે કે એક થી ત્રણ સપ્ટેમ્બર દરમિયાન નોંધાયેલા કેસ પર નજર કરીએ તો
રોગચાળાના આંકડા
ઝાડા ઉલટીના ૬૫ કેસ
કમળાના 20 કેસ
ટાઈફોડના 41 કેસ
મલેરિયાના 5 કેસ
ડેન્ગ્યુના 30 કેસ
મચ્છર અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે એએમસી દ્વારા પ્રયત્ન કરવા છતાં રોગચાળો કાબુમાં આવી રહ્યો નથી. ચોમાસામાં વધી રહેલા રોગચાળાને જોતા કોઈ વ્યક્તિને એકથી વધુ દિવસ તાવ કે શરીરમાં કળતરની ફરિયાદ રહે તો પણ ડોક્ટર્સ તેમને ડેન્ગ્યુ-ચિકનગુનિયાનો ટેસ્ટ કરાવવાની સલાહ આપી રહ્યા છે. બીજી તરફ ચિકનગુનિયાથી સાજા થયા બાદ પણ દર્દીઓને શરીરમાં દુઃખાવાની ફરિયાદ થઈ રહી છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ