આનંદો -કેરળમાં ચોમાસાની એન્ટ્રી ,પોર્ટબ્લેર અને લક્ષદ્વીપમાં ભારે વરસાદ

0
222

વરસાદ અને બિપરજોય વાવાઝોડું જ્યાંથી પસાર થયું તે વિસ્તારમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. વાવાઝોડું કેરળની નજીકથી પસાર થતા દરિયાકાંઠે ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે. કેરળમાં 75 ટકા વિસ્તારમાં ચોમાસું પ્રવેશી ચુક્યું છે અને ભારે વરસાદ થઇ રહ્યો છે.પોર્ટબ્લેર અને લક્ષદ્વીપમાં ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 140 mmરહી વધુ વરસાદ વરસ્યો છે. હવામાન ખાતાના અનુમાન અનુસાર આજે પણ આ ટાપુઓ પર ભારે વરસાદ વરસી શકે છે.

બીજી તરફ બંગાળની ખડી પર ચોમાસાના છવાતા પૂર્વોત્તર રાજ્યોમાં આગામી 24 કલાકમાં ચોમાસું પહોંચી શકે છે. બિપરજોય વાવાઝોડું જે રાજ્યની નજીકથી પસાર થઇ રહ્યું છે ત્યાં ભારે પવન અને વરસાદ વરસી શકે છે. ગુજરાતની વાત કરીએ તો બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે કે ફંટાઈ જશે તે હાલ કહેવું મુશ્કેલ છે , ગાંધીનગર કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર જો વાવાઝોડું મુંબઈ કે ગુજરાતના દરિયા કાંઠે આગળ વધેતો ગુજરાત માટે આગામી બે દિવસ જોખમી છે અને જો પાકિસ્તાન તરફ ફંટાશે તો પણ ભારે વરસાદ ગુજરાતમાં આવશે. અને 10-૧૧જુને વરસાદની શક્યતાઓ વધી જશે.

અહી ઉલ્લેખનીય છેકે ભારતીય હવામાન વિભાગે કેરળમાં સત્તાવાર ચોમાસાની જાહેરાત કરીછે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ 75 થી 80 ટકા વિસ્તારમાં વરસાદના સમાચાર છે.

ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ ગરમી અને ભેજમાં વધારો થશે અને સૌરાષ્ટ અને દક્ષીણ ગુજરાતના દરિયા કાંઠે આવતીકાલથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી શકે છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ