મધ્યપ્રદેશમાં આવેલ ઉજ્જૈન સ્થિત વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરની દર્શન વ્યવસ્થામાં ફરી એકવાર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી એટલેકે ૧૧-૪-૨૦૨૩થી ભક્તો માટે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ ફરી શરૂ કરવામાં આવ્યો છે. ભક્તો ગર્ભગૃહમાં પહોંચી દર્શન અને મહાકાલનો અભિષેક કરવા માટે મંદિર દ્વારા નિયત કરેલ રકમ જમા કરાવી પડશે ત્યારબાદ તેની રસીદ પ્રાપ્ત કર્યા બાદ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે. મંદિરમાં છેલ્લા એક અઠવાડિયાથી ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. જ્યારબાદ આજરોજ સવારે આ પ્રતિબંધ હટાવીને સામાન્ય ભક્તોને પણ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જેથી હવે ભક્તો પહેલાની વ્યવસ્થા મુજબ બાબા મહાકાલના ગર્ભગૃહમાં દર્શન અને જળ અભિષેક કરી રહ્યા છે.