Electoral Bonds : લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ મામલે મોટો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે બોન્ડની ગુપ્તતા જાળવી રાખવી એ ગેરબંધારણીય છે. આ સ્કીમ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. 6 માર્ચ સુધીમાં પાર્ટીઓ હિસાબ આપે.
Electoral Bonds : 5 જજોની બેન્ચે સર્વસંમતિથી ચુકાદો સંભળાવ્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું, ‘પોલિટિકલ પ્રક્રિયામાં રાજકીય દળો મહત્ત્વપૂર્ણ એકમ છે. રાજકીય ભંડોળની માહિતી, તે એવી પ્રક્રિયા છે જેના દ્વારા મતદારને પોતાનો મત આપવા માટે યોગ્ય પસંદગી મળે છે. મતદારોને ચૂંટણી ભંડોળ વિશે જાણવાનો અધિકાર છે, જેનાથી મતદાન માટે યોગ્ય પસંદગી કરવામાં આવે છે.
Electoral Bonds : અમે સરકારની દલીલો સાથે સહમત નથી – સુપ્રીમ કોર્ટ
Electoral Bonds : સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારની દલીલ હતી કે આ યોજનાથી કાળું નાણું અટકશે. પરંતુ આ દલીલ લોકોના જાણવાના અધિકારને અસર કરતી નથી. આ યોજના આરટીઆઈનું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું કે સરકારે દાતાઓની ગોપનીયતા જાળવવી જરૂરી માન્યું. પરંતુ અમે આ સાથે સહમત નથી.
કોર્ટે કહ્યું, ચૂંટણી બોન્ડ યોજના કલમ 19 1(a) હેઠળ સુરક્ષિત જાણવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. જો કે, દરેક દાન સરકારી નીતિઓને પ્રભાવિત કરવા માટે નથી હોતું. રાજકીય જોડાણને કારણે લોકો દાન પણ કરે છે. આ વાત જાહેર કરવી યોગ્ય નથી. તેથી, નાના દાન વિશેની માહિતી જાહેર કરવી ખોટું હશે. વ્યક્તિનું રાજકીય વલણ ગોપનીયતાના અધિકાર હેઠળ આવે છે.
Electoral Bonds : ચૂંટણી બોન્ડ યોજના આર્ટિકલ 19(1)(A)નો ઉલ્લંઘન
કેન્દ્ર સરકારની ચૂંટણી બોન્ડ યોજનાની કાનૂની માન્યતાને પડકાર આપનાર અરજીઓ પર સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડનું કહેવું છે કે, બે અલગ-અલગ નિર્ણય છે – એ તેમના દ્વારા લખવામાં આવ્યો અને બીજો જજ સંજીવ ખન્ના દ્વારા અને બંને નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યા છે.
કોર્ટે વધુમાં કહ્યું કે, ચૂંટણી બોન્ડ યોજના આર્ટિકલ 19(1)(A)નો ઉલ્લંઘન છે. કોર્ટે તેને ગેરબંધારણીય ગણાવીને તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવતા તેને રદ કરવાનો રહેશે.
શું છે Electoral Bonds ?
2017ના બજેટમાં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ રજૂ કરી હતી. કેન્દ્ર સરકારે 29 જાન્યુઆરી 2018 ના રોજ તેને નોટિફાઈ કર્યું. આ એક પ્રકારની પ્રોમિસરી નોટ છે. જેને બેંક નોટ પણ કહેવામાં આવે છે. કોઈપણ ભારતીય નાગરિક કે કંપની તેને ખરીદી શકે છે.
જો તમે તેને ખરીદવા માંગો છો, તો તમને તે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પસંદ કરેલી શાખામાં મળશે. ખરીદનાર પોતાની પસંદગીના પક્ષને આ બોન્ડ દાન કરી શકે છે. માત્ર તે જ પક્ષ આ માટે લાયક હોવો જોઈએ.
તમે જે પક્ષને દાન આપી રહ્યા છો તે પાત્ર છે કે કેમ તે કેવી રીતે જાણવું?
બોન્ડ ખરીદનાર રૂ. 1,000 થી રૂ. 1 કરોડ સુધીના બોન્ડ ખરીદી શકે છે. ખરીદનારે તેની સંપૂર્ણ KYC વિગતો બેંકને આપવી પડશે. જે પક્ષને ખરીદનાર આ બોન્ડ દાન કરવા માંગે છે તેને છેલ્લી લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછા 1% વોટ મળેલા હોવા જોઈએ. દાતાએ બોન્ડ દાન કર્યાના 15 દિવસની અંદર, તેને પક્ષ દ્વારા ચૂંટણી પંચ દ્વારા વેરિફાઈડ બેંક ખાતા દ્વારા રોકડ કરાવવાનું રહેશે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे