Election 2024 : જમ્મુ અને કાશ્મીરમાં હવે ગુપકાર ગઠબંધન સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે. 2019માં રચાયેલા ગુપકાર ગઠબંધનના બે મુખ્ય પક્ષો, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી, કાશ્મીરની ત્રણ લોકસભા બેઠકો પર તેમના ઉમેદવારો ઉભા કરી રહ્યા છે. આ ક્રમમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) એ નિર્ણય લીધો છે કે પાર્ટીના વડા અને પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે.

Election 2024 : મહેબૂબા મુફ્તી અનંતનાગથી સાંસદ રહી ચૂક્યા છે. જમ્મુ-કાશ્મીરના અન્ય એક પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ પણ અનંતનાગ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પીડીપીએ શ્રીનગરથી યુવા નેતા મોહમ્મદ વાહીદ પારા અને બારામુલ્લાથી બાયઝ અહેમદ ભટ્ટને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. નેશનલ કોન્ફરન્સે મિયાં અલ્તાફને અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ પરથી ઉતારવાનો નિર્ણય કર્યો છે.

Election 2024 : મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, તેઓ દુઃખી છે કે નેશનલ કોન્ફરન્સે તેમની સાથે કોઈ પણ ચર્ચા કર્યા વિના જ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. આનાથી પીડીપીના કાર્યકરો ખૂબ જ નિરાશ છે. આ કારણે અમે નેશનલ કોન્ફરન્સને અમારી તાકાત બતાવીશું. મહેબૂબા મુફ્તીએ અનંતનાગ અને રાજૌરી પુંછના લોકોને પીડીપીને મજબૂત કરવા અને લોકસભામાં જમ્મુ-કાશ્મીરના મુદ્દા ઉઠાવવાની તક આપવા કહ્યું છે.
Election 2024 : ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે તેણે નક્કી કર્યું હતું કે તે લોકસભા ચૂંટણી માટે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ બનશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. તેમણે કહ્યું કે નેશનલ કોન્ફરન્સ (NC)એ તેમની સાથે ચર્ચા કર્યા વિના જ ત્રણેય બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. ઓમર અબ્દુલ્લાએ તેમની પાર્ટી પ્રત્યે નકારાત્મક ટિપ્પણીઓ કરી હતી, જેનાથી તેમના પક્ષના કાર્યકરોને ઘણું નુકસાન થયું છે. ત્રણેય બેઠકો પર ચૂંટણી લડવાનો એનસીનો નિર્ણય જાહેર થયા બાદ જ પીડીપીએ પોતાના દમ પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.
પોતાની ઉમેદવારીની જાહેરાતના થોડા દિવસો પહેલા મહેબૂબાએ ફયાઝ અહેમદ મીરનું પાર્ટીમાં ફરી સ્વાગત કર્યું હતું. લગભગ 10 દિવસ બાદ તેમને ઉત્તર કાશ્મીરની બારામુલા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો