એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું

0
219

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શનિવારે કોંગ્રેસ અને શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. શિંદેએ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેને અદાણી મુદ્દે NCPના સુપ્રીમો શરદ પવારના નિવેદન પર ધ્યાન આપવા કહ્યું. યુએસ સ્થિત હિન્ડેનબર્ગ રિસર્ચએ અબજોપતિ ગૌતમ અદાણીની કંપનીઓમાં મોટા પ્રમાણમાં સ્ટોક હેરાફેરી અને એકાઉન્ટિંગ ફ્રોડનો આક્ષેપ કર્યો હતો, જેના કારણે વિપક્ષ દ્વારા  સરકાર સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા હતા.શરદ પવારે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું સંસદમાં અદાણીના મુદ્દા પર આ વખતે વધારે  પડતી ચર્ચા કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતુંકે હિડનબર્ગના રિપોર્ટની અસર દેશની અર્થવ્યવસ્થા પર થઈ રહી છે.તેમણે હિડનબર્ગના રિપોર્ટ ઉપર પણ સવાલ ઉઠાવતા જણાવ્યું હતુંકે  આ રિપોર્ટનો શું આધાર છે.આ તમામ વસ્તુઓ કોઈને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવી રહી છે