ED to Launch Major Crackdown:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કેવડિયામાં યોજાયેલી 33મી ત્રિમાસિક ઝોનલ ઓફિસર્સ કોન્ફરન્સમાં આર્થિક ગુનાઓ સામે વધુ શક્તિશાળી કાર્યવાહીનો બ્લુપ્રિન્ટ તૈયાર કર્યો છે. બે દિવસ સુધી ચાલેલી બેઠકની અધ્યક્ષતા ED ડિરેક્ટરે કરી હતી, જેમાં સમગ્ર દેશના ટોચના અધિકારીઓ, સ્પેશિયલ અને એડિશનલ ડિરેક્ટર્સ, જોઈન્ટ ડિરેક્ટર્સ અને કાનૂની સલાહકારો હાજર રહ્યા હતા.

ED to Launch Major Crackdown:ઝડપી અને ચોક્કસ તપાસ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપિયોગ
બેઠકમાં ED એ સ્પષ્ટ કર્યું કે એજન્સી હવે વધુ સક્રિય અને ટેક-ડ્રિવન બનશે.
- AI (Artificial Intelligence) દ્વારા શંકાસ્પદ નેટવર્ક્સ, બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અને આંતરરાષ્ટ્રીય લિંક્સને ટ્રેક કરવાની યોજના છે.
- Forensic Tools અને OSINT ટેક્નિક્સનો વધુ ઉપયોગ કરવામાં આવશે.
- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેટાબેઝને જોડીને મની લોન્ડરિંગ અને માનવ તસ્કરીની બદલાતી પદ્ધતિઓને ઉકેલવામાં સક્રિયતા વધારાશે.
ED to Launch Major Crackdown:ભાગેડુ આર્થિક ગુનેગારો માટે કડક પ્લાન

EDએ દેશ છોડીને ભાગી ગયેલા ગુનેગારો માટે સ્પેશિયલ એક્શન પ્લાન જાહેર કર્યો:
- Fugitive Economic Offenders Actનું વધુ કડક અમલીકરણ
- InterPol Red Notice અને પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપથી આગળ ધપાવાશે
- Cryptocurrency મારફતે વિદેશમાં નાણાં મોકલનારાઓ પર ખાસ નજર
- FDI નિયમોનું ઉલ્લંઘન કરનારોએ ગંભીર કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે
ED to Launch Major Crackdown:ડ્રગ નેટવર્ક, ક્રિપ્ટો રેમિટન્સ અને FDI મિસયૂઝ પર ખાસ ધ્યાન
કોન્ફરન્સમાં એવા કેસોની ઓળખ પર ભાર મૂકાયો જે દેશની અર્થવ્યવસ્થા અને સુરક્ષા માટે ખતરનાક છે.
ચર્ચામાં આ મુદ્દાઓ મુખ્ય રહ્યા:
- ડ્રગ હેરફેર અને ડાર્કનેટ નેટવર્ક
- FDI ઉલ્લંઘન
- GDR નો દુરુપયોગ
- ક્રિપ્ટો મારફતે ગેરકાયદે રેમિટન્સ
ED to Launch Major Crackdown:IBC કાયદાના દુરુપયોગ પર પણ સખ્ત કાર્યવાહ

EDએ IBC (Insolvency & Bankruptcy Code)ના દુરુપયોગની વધતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી.
- ઓછા ભાવે પોતાની જ મિલકત પાછી ખરીદનારા
- લેણદારોની સમિતિ સાથે ગૂંચવણ કરનારા
આવા તમામ કેસોની સંપૂર્ણ તપાસ થશે.
જપ્ત કરાયેલી મિલકતોની હરાજીમાં પારદર્શકતા રાખવા BAANKNET પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ થશે.
જૂના કેસો ઝડપથી ઉકેલાશે
વિદેશી ગેરકાયદે સંપત્તિઓ સામે કાર્યવાહી કરવા માટે ED આવકવેરા વિભાગ સાથે સંકલન વધારશે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




