YouTube થી પૈસા કમાવવાનું હવે સરળ..! વીડિયો અપલોડ કરતાં પહેલા જાણી લો આ અપડેટ્સ

0
262
YouTube થી પૈસા કમાવવાનું સરળ બની ગયું છે! વીડિયો અપલોડ જાણી લો આ મહત્વપૂર્ણ અપડેટ્સ
YouTube થી પૈસા કમાવવાનું સરળ બની ગયું છે! વીડિયો અપલોડ જાણી લો આ મહત્વપૂર્ણ અપડેટ્સ

Youtube: યૂટ્યૂબે શોર્ટ્સની વીડિયો લિમિટ વધારીને 3 મિનિટ કરી છે, જે 15 ઓક્ટોબરથી લાગુ થશે. વધુમાં, Shorts ફીચરમાં કોમેન્ટ અને રીમિક્સનો ઓપશન પણ ઉમેરવામાં આવ્યો છે. ગૂગલ સર્ચ સુવિધાઓમાં AI ઓવરવ્યુ અને મેટા રેવન્યુ પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

YouTube Shorts હવે 1 મિનિટના બદલે 3 મિનિટનો, જે 15 ઓક્ટોબરથી લાગુ
હવે યુઝર્સ શોર્ટ્સમાં કોમેન્ટ કરી શકશે અને વિડિયો રિમિક્સ કરવાનો વિકલ્પ પણ મળશે.
અન્ય વિડીયો સાથે તેમના પોતાના શોર્ટ્સ બનાવવાની મંજૂરી
ગૂગલે સર્ચ ફીચરમાં AI-સંચાલિત અપડેટ્સ કર્યા
મેટાએ તેની રેવન્યૂ નીતિમાં ફેરફાર કર્યો

YouTube Shorts ફીચરમાં મોટો ફેરફાર

યુટ્યુબ દ્વારા ઘણા અપડેટ્સ આપવામાં આવ્યા છે. હવે YouTube એ Shorts ફીચરમાં મોટો ફેરફાર કર્યો છે. તમે 15 ઓક્ટોબરથી આ ફેરફાર જોશો. YouTube એ શોર્ટ્સ માટે વિડિઓ મર્યાદા બદલી છે. હવે યુઝર્સ 1 મિનિટના બદલે 3 મિનિટના વીડિયો શોર્ટ્સ તરીકે અપલોડ કરી શકશે. તમે આ ફેરફારો તમામ પ્રકારના શોર્ટ્સમાં જોશો. 15મી ઓક્ટોબર પહેલા શોર્ટ્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. (Earning money from Youtube)

YouTube થી પૈસા કમાવવાનું સરળ બની ગયું છે! વીડિયો અપલોડ જાણી લો આ મહત્વપૂર્ણ અપડેટ્સ
YouTube થી પૈસા કમાવવાનું સરળ બની ગયું છે! વીડિયો અપલોડ જાણી લો આ મહત્વપૂર્ણ અપડેટ્સ

વીડિયો લિમિટ વધારવા માટે, YouTube તમને શોટ્સ ફીડમાં કોમેંટ્સ કરવાનો વિકલ્પ પણ આપી રહ્યું છે. આ સાથે, યુઝર્સને કોઈપણ વિડિયો પસંદ કરીને તેની સાથે રિમિક્સ ક્લિપ બનાવવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. આ પોતાનામાં એક મોટો બદલાવ હશે. આ ફીચર સૌ પ્રથમ 2024માં રજૂ કરવામાં આવ્યું હતું. એટલે કે યુઝર્સ કોઈપણ યુટ્યુબ વિડિયો સાથે તેનો વીડિયો બનાવીને બનાવી શકે છે અને વીડિયોનું રેટિંગ પણ વધારી શકે છે.

યુટ્યુબ ઓછા શોર્ટ્સ બતાવવા માટે એક ટૂલ પણ આપી કરી રહ્યું છે. યુઝર્સ ઉપર આપેલા ત્રણ ડોટ્સની મદદથી પણ તેનો ઉપયોગ કરી શકે છે. ગૂગલ દ્વારા સર્ચ ફીચરમાં કેટલાક અપડેટ કરવામાં આવ્યા છે. આ અપડેટ્સ AI-પાવર સાથે જોવા મળશે. તમે AI ઓવરવ્યૂમાં લિંક્સ અને જાહેરાતોનો ઉપયોગ કરી શકો છો. Shazam ફીચર સર્કલ ટુ સર્ચ (Circle to Search) જેવું જ હશે. તેની મદદથી તમને સર્ચ કરવામાં પણ સરળતા રહેશે.

META
YouTube થી પૈસા કમાવવાનું સરળ બની ગયું છે! વીડિયો અપલોડ જાણી લો આ મહત્વપૂર્ણ અપડેટ્સ

મેટાએ પણ ફેરફારો કર્યા

META દ્વારા રેવન્યુ પોલિસીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેની મદદથી યુઝર્સ માટે રેવન્યુ જનરેટ કરવાનું સરળ બનશે. મેટાએ સર્જકોને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કર્યા છે. હવે ગૂગલ એટલે કે યુટ્યુબે પણ આવા જ ફેરફારો કર્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો