E Passport :ભારત સરકારે પાસપોર્ટ સેવાઓમાં એક મોટું ડિજિટલ પગલું ભરતાં e-Passport (ઈ-પાસપોર્ટ) લોન્ચ કર્યો છે. નવી ટેકનોલોજીથી સજ્જ આ પાસપોર્ટનો મુખ્ય હેતુ પાસપોર્ટ છેતરપિંડી, નકલી દસ્તાવેજો અને ઓળખ ચોરી અટકાવવાનો છે, તેમજ આંતરરાષ્ટ્રીય મુસાફરીને વધુ સરળ અને ઝડપી બનાવવાનો છે.
E Passport :શું છે e-Passport?

e-Passport એક આધુનિક પાસપોર્ટ છે, જેમાં નાની ઇલેક્ટ્રોનિક ચિપ લગાવવામાં આવી છે. આ ચિપમાં પાસપોર્ટ ધારકની મહત્વપૂર્ણ માહિતી જેમ કે
- ફોટોગ્રાફ
- ફિંગરપ્રિન્ટ
- ચહેરાની ઓળખ (Facial Data)
સુરક્ષિત રીતે સંગ્રહિત હોય છે. આ ડેટા એન્ક્રિપ્ટેડ હોવાથી કોઈપણ પ્રકારની ચેડા-છેડી શક્ય નથી.
e Passportના મુખ્ય ફાયદા
- ✈️ એરપોર્ટ પર ઝડપી ઇમિગ્રેશન ક્લિયરન્સ
- 🔐 ઉચ્ચ સ્તરની સુરક્ષા
- 🛂 નકલી પાસપોર્ટ અને ઓળખ ચોરી પર અંકુશ
- 🌍 આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ સિસ્ટમ
કોણ કરી શકે e-Passport માટે અરજી?

ઈ-પાસપોર્ટ માટે લાયક કોઈપણ ભારતીય નાગરિક અરજી કરી શકે છે.
આમાં સામેલ છે:
- નવા પાસપોર્ટ માટે અરજી કરનાર
- જૂના પાસપોર્ટનું રિન્યુઅલ કરાવનાર નાગરિકો
હાલમાં આ સુવિધા પસંદગીના Passport Seva Kendra (PSK) અને Post Office Passport Seva Kendra (POPSK) પર ઉપલબ્ધ છે. અરજી કરતા પહેલા તમારા નજીકના કેન્દ્ર પર આ સેવા ઉપલબ્ધ છે કે નહીં તે ચકાસવું જરૂરી છે.
કેવી રીતે કરશો અરજી?
- Passport Seva વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન
- અરજી ફોર્મ ભરી અપોઈન્ટમેન્ટ બુક કરવી
- નજીકના PSK/POPSK પર દસ્તાવેજોની ચકાસણી
- પ્રક્રિયા પૂર્ણ થયા બાદ e-Passport ઘરે પહોંચશે
ભારતની પાસપોર્ટ સિસ્ટમમાં મોટો બદલાવ
e-Passportની શરૂઆત સાથે ભારતની પાસપોર્ટ વ્યવસ્થા હવે આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા અને ટેકનોલોજી સાથે જોડાઈ ગઈ છે. આ પગલું ખાસ કરીને વારંવાર વિદેશ પ્રવાસ કરનારાઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.




